Ahmedabad

શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….

Published

on

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે.
જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે.

૨૦૨ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે ૧૮ મણ ઘીનો વઘાર કરીને ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે.

Advertisement

ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે.

ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું. પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા.’ ૨૦૨ વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણવલ્લભદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાસભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

પૂજનીય સંતોએ અને સત્સંગી હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને પધરાવ્યા હતા. યુવા ભકતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમા ગાન કર્યું હતું. તો વળી, શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભકતો ઉત્સવ રમી, આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી. શાકોત્સવ અવસરે 120 કીલો રીંગણાં, 20 કીલો ટમેટાં, મરચાં આથેલા 15 કીલો, 50 કીલો દહીંની કઢી, બાજરીનો લોટ 90 કીલોમાંથી રોટલા, ખીચડી 60 કિલો, 50 કીલો ગોળ વગેરે સીધાં સમગ્રીનો ઉપયોગ કરાયો હતો. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Trending

Exit mobile version