Connect with us

Panchmahal

ઘોઘંબા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોના વિવિધ માંગણી ને લઈ મૌન ધરણાં

Published

on

Silent sit-in on various demands of Ghoghamba Secondary and Higher Secondary School teachers

ઘોઘંબા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોએ મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય માંગણીઓને લઈ ઘોઘંબા S.H વરીયા હાઈસ્કુલના ગેટ પાસે મૌન ધરણાં યોજાયા હતા
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તથા પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ નાં આદેશ અનુસાર ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની માંગણીઓની ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર સાથે થયેલ સમાધાન અને મુખ્ય માગણીઓ જેવીકે 1/4/2005 પહેલાં સેવામાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરેલ અને ફક્ત ઠરાવ જ કરવાનો બાકી હતો

Silent sit-in on various demands of Ghoghamba Secondary and Higher Secondary School teachers

જે ઠરાવ થયેલ નથી, નવી વર્ધિત પેન્શનવાળા કર્મચારીઓને 300 રજાનું નિવૃત્તી સમયે રજાનું રોકડમાં રૂપાંતર કરવુ, ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષમાં નહિ વપરાયેલ મેડિકલ રજા સર્વિસ બુકમાં જમાં લેવી, માઘ્યમિક શાળાનાં શિક્ષકોનો વર્કલોડ માં ઘટાડો કરવો, શિક્ષકોની અરસ પરસ બદલી પ્રાથમિક શિક્ષકો માફક કરવી વગેરે કુલ અગિયાર માગણીઓ અંગે સરકારે પરિપત્રો કરવા નું ઠરાવેલ હતું તેમ છતાં આટલો સમય ગાળો થવા છતાં પરિપત્રો ઠરાવો થયેલ નાં હોવાથી અગાઉ પણ શાળામાં કાળી પટ્ટી બાંધી શૈક્ષિણક કાર્ય કરી કાર્યક્રમો આપેલ હતા

Advertisement

Silent sit-in on various demands of Ghoghamba Secondary and Higher Secondary School teachers

તેમ છતાં પરિપત્રો નાં થતાં આજ રોજ તાલુકા કક્ષાએ મૌન ધરણા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ઘોઘંબા S.H. હાઇસ્કૂલ નાં ગેટ પાસે તાલુકાના શિક્ષકો કર્મચારીઓ એ પંચમહાલ જિલ્લાના આચાર્ય સંઘના પ્રવીણ સિંહ પરમાર નાં નેજા હેઠળ મૌન ધરણા કર્યા હતા અને આગામી.તારીખ:૧૭ ઑગસ્ટ થી ૨૨ ઑગસ્ટ સુધી બ્લેક સપ્તાહ તરીકે શાળામાં શિક્ષક કર્મચારી કાળા કપડાં પહેરી શાળાનું શૈક્ષણિક કાર્ય કરવાનું નક્કી કરેલ પરંતુ સરકાર જ્યાં સુધી ઠરાવો પરિપત્રો નાં કરે ત્યાં સુધી ઑનલાઇન કામગીરી જેવા કાર્યક્રમોથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું

Advertisement
error: Content is protected !!