Kheda
વાડદ માં શેખ સમાજ યુવાનો ના શૈક્ષણીક અને આર્થિક વિકાસ હેતુ સર સ્નેહ સંમેલન.

પ્રતિનિધિ રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાડદ ગામમાં ઠાસરા- ગળતેશ્વર તાલુકા શેખ સમાજ સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલન મા સમાજ ના આગેવાનો, અને અનુભવીઓ એ પોતાના અનુભવ ની નવ યુવાનો સાથે વૈચારિક આપ લે કરી હતી.આ સ્નેહ સંમેલન મા સૈયદ કલંદર બાદશાહ બાવા પાલી,જનાબ સખી બાવા, મૌલાના તાજુંદ્દીન, સૈયદ હાજી ફરીદમીયા મુખી -રામોલ, એમ યુ મિર્ઝા (નિવૃત dysp-આણંદ, કાદરખાન પી પઠાણ(નિવૃત,asi-આણંદ ), સૈયદ મો.સફી (mk ટાન્સપોર્ટ, માલવણ, શેખ હાજી હસનમીયા આર (નિવૃત નાયબ મામલતદાર ), શેખ હાજી અકબર મિયાં એમ (નિવૃત જિલ્લા તિજોરી અધિકારી ), અસગર ભાઈ શેખ ડાકોર,મહાનુભાવો હાજર રહ્યા હતા
તેમજ ઠાસરા ગળતેશ્વર તાલુકાના 28 જેટલાં ગામોના પ્રમુખ-ઉપ પ્રમુખ -મંત્રી -મહામંત્રી ઓ અને તાલુકા લેવલ કારોબારી સભ્યો અને આજુબાજુ ના ગામના વડીલો યુવાનો ખુબ જ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા. સંગઠ નો હેતુ સમાજ નો વિકાસ અને શૈક્ષણીક પ્રગતિ કરે તેવુ અસગર ભાઈ કન્વીનર એ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અલ્લારખા શેખ અને આશિકહુસેન માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતુ