Vadodara
ચેક રીટર્ન કેશ માં આરોપીને છ માસ ની સજા તથા વળતર ચૂકવવાનો આદેશ
ડેસર ના જયુ. મેજી. ફ. ક. ( સી. કે. નાયક) ના ઓ એ ફરિયાદી મહમદ હુસેન રૂપસિંહ રાઉલ રહે. ડેસર, તા. ડેસર, જી. વડોદરા ના ઓ ની ફરિયાદ ના આધારે આરોપી સુરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ રાઉલજી રહે. વાંટા(વરણોલી), પો. ઇંટવાડ, તા. ડેસર, જી. વડોદરા ના ઓ ને છ માસ ની સજા અને રૂપિયા 1,10,000/ અંકે રૂપિયા એક લાખ દસ હજાર પુરા ફરિયાદી ને વળતર પેટે ચૂકવવા હુકમ કરેલ છે.
આ કામ ના ફરિયાદી મહમદ હુસેન રૂપસિંહ રાઉલ આરોપી સુરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ રાઉલજી ના મિત્ર થતા હોઈ રૂ.1,10,000/- હાથ ઉછી ના આપેલા જે કામે આરોપી એ પોતાનો બેન્ક ઓફ બરોડા ડેસર શાખા નો ચેક આપેલો જે ચેક બેન્ક માં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો ત્યાર બાદ ફરિયાદી એ અવાર નવાર આ કામ ના આરોપી પાસે થી પોતાના લેવાના થતા નાણાં ની માંગણી કરેલી પરંતુ આરોપી ગલ્લા તલ્લા કરતા હોય ના છૂટકે ફરિયાદી એ પોતાના વકીલ એન.જી.ખાનજાદા મારફતે નામદાર ડેસર કોર્ટ સમક્ષ ફરિયાદ ગુજારેલ જે કેસ નામદાર ડેસર કોર્ટ સી. કે. નાયક સમક્ષ ચાલી જતા આજ રોજ ફરિયાદી ના વકીલ એન.જી ખાનજાદા ની ધારદાર દલીલો ને ધ્યાને લઇ ને આરોપી ને છ માસ ની સજા અને રૂ.1,10,000/- વળતર પેટે ફરિયાદી ને ચૂકવવા નો હુકમ કરેલ છે.
આ ચુકાદા થી કોર્ટે સમાજ માં દાખલો બેસાડેલ છે. અને જે લોકો પૈસા ઉછીના લઇ ને પરત નથી કરતા એવા ઈસમો માં ફફડાટ ફેલાયો હતો