Connect with us

Gujarat

ગુજરાત માથે કલંક સમાન ડમી કોભાંડ માં વધુ છ આરોપીઓની ધરપકડ

Published

on

Six more accused arrested in dummy scam, which is a disgrace to Gujarat

રાજ્યના સૌથી મોટા ડમી ઉમેદવાર કાંડમાં વધુ છ એસઆઇટીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે પ્રમાણે 36 લોકો સામે ફરિયાદ દાખલ થયા બાદ વધુ કેટલાક આરોપીઓ ના નામ ખુલતા આરોપીઓના આંકડો 40 પહોંચ્યો છે જો કે પોલીસ દ્વારા હજુ માત્ર 14 આરોપીઓ ને જ ઝડપી પડાયા છે જેને લઈ SIT ની કાર્યવાહી પણ શકનાં દાયરામાં આવી છે અનેક આરોપીઓ ના નામ સામે આવતા ગામ છોડીને પણ જતા રહ્યા છે
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા રાજ્યના સૌથી મોટા ડમી ઉમેદવાર કાંડનો પર્દાફાશ કર્યા બાદ પોલીસ દ્વારા 36 આરોપીઓના નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને ત્યારબાદ એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવતા ડમીકાંડમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. સમગ્ર કાંડ ને લઈને એસ.આઇ.ટી ની ટીમ દ્વારા વધુ છ જેટલા આરોપીઓને ઝડપી લીધા છે.પોલીસે ઝડપેલાં આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ સરકારી નોકરી કરી રહ્યા છે તેમજ મહત્વની બાબત એ છે કે ડમીકાંડમાં આરોપીઓમાં મોટાભાગના આરોપીઓ તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા છે ત્યારે આજે ઝડપાયેલા વધુ છ આરોપીઓની વિગત જોઈએ તો..

Six more accused arrested in dummy scam, which is a disgrace to Gujarat

ડમી ઉમેદવાર કૌભાંડમાં નીચે મુજબનાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી

Advertisement

1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી.

2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા ) રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરિક્ષા આપેલ હતી.

Advertisement

3. પાર્થ ઇશ્વરભાઇ જાની ઉ.વ.૨૩ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૨, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.

Six more accused arrested in dummy scam, which is a disgrace to Gujarat

4. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-૨૦૨૨માં વન રક્ષકની પરિક્ષા આપેલ હતી.

Advertisement

5. રમેશભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા) રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળાએ આરોપી નં.૨૮ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે સને-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી.

6. રાહુલ દિપકભાઇ લીંબડીયા ઉ.વ.૨૩ ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ,ભીમડાદ તા.ગઢડા જી.બોટાદવાળાએ આરોપી નં.૧૩નાં ડમી ઉમેદવાર તરીકે તા.૨૬/૦૩/૨૦૨૨નાં રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.

Advertisement

હાલ એસ.આઇ.ટી ની ટીમ દ્વારા ઝડપાયેલા તમામ આરોપીને ભરતનગર પોલીસ મથકને સોંપવાની કામગીરી કરવામાં આવી છે તેમજ વધુ ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માટેની માંગ કરવામાં આવશે.

Advertisement
error: Content is protected !!