Connect with us

Dahod

કતલખાના ના સંચાલક પશુઓનો વેસ્ટ કચરો જાહેર રસ્તા પરથી લઈ જતા લાંગણી દુભાઈ

Published

on

Slaughterhouse manager carrying animal waste from public road in Langani Dubai

ઝાલોદ નગરના મીઠાચોકના રહેવાસીઓ તેમજ નગરના સ્થાનિકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓનું વેસ્ટ જે મીઠાચોક વિસ્તાર માંથી વાહનમાં મૂકી ડ્રમ ભરી લઇ જવામાં આવે છે જે અતિ દુર્ગંધ મારે છે તેને લઈ નગરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પશુઓના વેસ્ટ કચરો લઈ જતા વાહનો આ રહેણાંક વિસ્તાર માંથી લઇ જવામાં આવે છે તેથી ત્યાં રહેતા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય છે. મીઠાચોક વિસ્તારમાં ઝુલેલાલ મંદિર, રામજી મંદિર, વૈષ્ણવ હવેલી,નરસિંહજીનું મંદિર, બાલ હનુમાન તેમજ તળાવને કિનારે રામેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તેથી અહીં થી મંદિરે અવરજવર કરનાર લોકો વધુ હોય છે તેથી મંદિરે આવતા દર્શનાર્થીઓની લાગણી આવા વેસ્ટ કચરાને લઈ દુભાય છે તેથી કતલખાનાના પશુઓનો વેસ્ટ કચરો અહીંયાથી ન લઈ જવા સ્થાનિક લોકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Slaughterhouse manager carrying animal waste from public road in Langani Dubai
અગાઉ આ અંગે એક મીટીંગમાં પ્રાંત અધિકારી અને મામલતદાર સાથે સ્થાનિક આગેવાન મનીષ પંચાલ દ્વારા કતલખાના બંધ કરવા માંગ કરાઈ હતી ત્યારે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા આવા કોઈ કતલખાના ચાલતા નથી તેવી લેખિત માહિતી આપવામા આવી હતી. સ્થાનિક આગેવાનો મનીષ પંચાલ, જીતુ શ્રીમાળી, સંતોષ ભગોરા,દેવ પીઠાયા, નિકુંજ ભુનાતર, હીતેશ ભુનાતર વેસ્ટ કચરો જ્યાં નાખવામાં આવે છે તે સ્થળની મુલાકાત કરવામાં આવી હતી.
પશુઓના વેસ્ટ કચરાના નિકાલની જગ્યાએ જતા તે સ્થળ અતિ દુર્ગંધ મારતું હતું. તેમજ ત્યાં પશુઓના વેસ્ટ કચરો ખૂબ મોટા પ્રમાણમાં પડેલ જોવા મળેલ હતો. ત્યાં સ્થળ પર મુલાકાત દરમ્યાન એક રીક્ષા પશુઓના વેસ્ટ કચરો લઈને આવેલ જોવા મળેલ હતું અને તે રીક્ષામાં પશુઓના લોહીથી ભરેલ અને વેસ્ટ કચરાથી ભરેલ પીપડાઓ જોવા મળેલ હતા. જો ગેરકાયદેસર કતલખાના બંધ છે તો આટલો વેસ્ટ કચરો ક્યાથી આવે છે તે અંગે નગરમાં ચર્ચા ઉઠવા પામી છે. આ બધા ગેરકાયદેસર કતલખાના કોની રહેમનજર હેઠળ ચાલી રહેલ છે તે તપાસનો વિષય બનવા પામેલ છે.

  • નગરપાલિકા વિસ્તારમાં ગેર કાયદેસર કતલખાનાઓ બંધ કરવામાં આવેલ છે તો વેસ્ટ કચરો ક્યાથી આવે છે …
  • જે વિસ્તારમાંથી પશુઓનો વેસ્ટ કચરો લઈ જવાય છે તે વિસ્તારમાં હિંદુઓના મોટા પાંચ થી છ મંદિરો આવેલ છે
  • નગરમાં હાલ પવિત્ર અધિકમાસ ,શ્રાવણનો મહીના નો રંગ જામતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો
error: Content is protected !!