Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત સ્લીપર કોચ બસ ની સુવિધા શરૂ કરવામાં આવી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આજરોજ બોડેલી ડેપો ખાતે નવી સ્લીપર કોચ બસનુ ઉદ્ઘાટન જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબેન મહારાઉલ તેમજ બોડેલી ડેપો મેનેજર એસ. પી વસાવા અને મોટી સંખ્યામાં એસ ટી ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રથમ વખત એસટી નિગમ દ્વારા સ્લીપર કોચ ની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ બસ બોડેલીથી ૧/૩૦ વાગે ઉપાડી વાયા કવાંટ થઈ ગઢશીશા, કચ્છ સુધી જશે. જ્યારે ત્યારથી રિટર્નમાં આ બસ રોજ બપોરે ૨ વાગે બોડેલી આવવા નીકળશે. કામકાજ અને રોજગારી અર્થે તેમજ ધંધાર્થે જતાં આવતા પ્રવાસીઓ ને આ બસ નો લાભ લેવા ડેપો મેનેજરે ખાસ અનુરોધ કરેલ છે.