Chhota Udepur
છોટાઉદેપુરનાં તેજગઢ ખાતે છોટાઉદેપુર વિધાનસભાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરનાં તેજગઢ મૂકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા નુતન વર્ષના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે રાજ્યકક્ષાનાં અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં છોટાઉદેપુર વિધાનસભાનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા, સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ટ્રાઈફેડ ચેરમેન રામસિંહ રાઠવા તેમજ તાલુકા પ્રમુખો પણ હાજરા રહ્યા હતા.
સ્નેહ મિલન સંમેલનમાં સ્વાગત પ્રવચન કાલુભાઈ નાયકા દ્વારા કરાયું હતું. આ ઉપરાંત છોટાઉદેપુર પ્રભારીમંત્રી ભીખુસિંહ પરમારે એ નવા વર્ષ નિમિત્તે લોકો સુખમય, આનંદમય, નીરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.