Gujarat
લઘુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
હાલોલ ગોધરા રોડ પર આવેલ ન્યુ APMC માર્કેટ, સનસીટીની બાજુમાં સોમવાર તા.૮ જાન્યુઆરીનાં રોજ લઘુ ઉધોગ ભારતી હાલોલ ઈકાઈ નો ૨૦૨૪ નો સ્નેહ મિલન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ LUB પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ બલદેવ ભાઈ પ્રજાપતિ ,સંગઠન મંત્રી શયામ સુંદર સલુજા,ગુજરાત પ્રાંત પ્રમુખ જયેશ ભાઈ પંડ્યા ,ગુજરાત પ્રાંત મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન તેમજ તેમની સાથે હાલોલ ઈકાઈ ના હોદેદારો,જીલ્લા માંથી,પ્રાંત માંથી,સંભાગ માંથી કાર્યકર્તાઓ તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાલોલ ના 250 થી પણ વધુ ઉધોગ કારો આ કાર્યક્રમ હાજર રહ્યા હતા