Chhota Udepur
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સોશ્યલ બીહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન તાલિમ વર્કશોપ યોજાયો .
પ્રતિનિધિ, કાજર બારીયા
જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નાં વર્ગ -૧ -૨ અધિકારી થી લઈને વર્ગ ૩-૪ ના કર્મચારીઓ માટે સોશ્યલ બીહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર ની મેડિકલ ઇમરજન્સી નો તારીખ ૧ અને ૨ જાન્યુઆરી એમ બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાયો હતો.
જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સીબી ચૌબીસા દ્વારા બે દિવસીય તાલીમ વર્કશોપ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો , આ પ્રસંગે આરસીએચઓ ડો.એમટી છારી, મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો યોગેશ પરમાર, જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તેમજ ગોત્રી મેડિકલ કોલેજ નાં ટ્રેનર ડો. દિવ્યાંગીની પટેલ , ડો.અંકિત રાઠવા, ડો. કુંદન સિંઘ તથા જિલ્લા સોશ્યલ બીહેવિયર ચેન્જ કોમ્યુનિકેટર અશ્વિનભાઈ રાઠવા સહિતના ઉપસ્થિત રહી જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ -૧ થી લઈને વર્ગ-૪ સુધી નાં તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને પોતાની ફરજ દરમ્યાન હોસ્પિટલમાં કઇ રીતે વર્તન વ્યવહાર કરવો તે અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા તેમજ દર્દી પ્રત્યે તેમજ દર્દી ઓનાં સગાંઓ સાથે કયા પ્રકારનું વર્તન વ્યવહાર કરવો તે અંગે ની સમજ આપવામાં આવી ઉપરાંત ક્રાઉડ મેનેજમેન્ટ તથા મિડિયા મેનેજમેન્ટ વિશે પણ વિશેષ જાણકારી આપવામાં આવી હતી.