Chhota Udepur
સમાજ સેવક ડો॰જયરામ રાઠવા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ભીખાપુરા માં 15 બેડ નુ સહયોગ દવાખાનું શરૂ કર્યુ
(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકામાં આદિવાસી સમાજના મસીહા બની નામપુરતી ફિ લઈ પ્રજાની સેવા કરતા સહયોગ હોસ્પિટલના ડોક્ટર દંપતિ ડોક્ટર જયરામ રાઠવા તથા કોકટર રોહીણી રાઠવાએ ઘોઘંબા નગરમાં હોસ્પિટલ શરૂ કરી હતી જેમા ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા દર્દીઓ પાસે નજીવી ફિ લઈ સારવાર કરતા તેઓ ઘોઘંબા વિસ્તારમાં લોકપ્રિય બન્યા હતા.
આજે સેવાને અવિરત પણે ચાલુ રાખવા ડોક્ટર જયરામ રાઠવા તથા ડૉક્ટર રોહિણી રાઠવાએ ભીખાપુરા ખાતે 15 બેડ નું દવાખાનું શરૂ કર્યું હતું. જેની આજરોજ સંતોની અધ્યક્ષતામાં ઉદઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના સંતો તથા ગ્રામજનો યુવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા