Panchmahal
હાલોલ પંથકમાં સોમવતી અમાસની ઉજવણી કરાઈ
વર્ષની પહેલી સોમવતી અમાસ આજે છે સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે આ પ્રકારનો સહયોગ વર્ષમાં બે અથવા ક્યારેક ત્રણ વાર પણ બની જાય છે આ દિવસે પૂજા પાઠ વ્રત સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે અમાસના દિવસે તીર્થસ્થાન કરવાથી ક્યારેક નષ્ટ ન થતું પુણ્ય પણ મળે છે.આ તિથિએ પોતપોતાના ક્ષેત્રના પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરોમાં દર્શન કરવા જોઈએ અને શુભ કાર્ય કરવા જોઈએ.સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજા પણ કરવામાં આવે છે
જેમાં પીપળના વૃક્ષમાં પ્રિતુઓ અને બધા દેવોનો વાસ હોય છે એટલે સોમવતી અમાસના દિવસે જે દૂધમાં પાણી અને કાળા તલ મિક્સ કરીને સવારે પીપળાને ચડાવે છે તેમને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે તે પછી પીપળાની પૂજા અને પરિક્રમા કરવાથી બધા દેવતા પ્રસન્ન થાય છે આવું કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થાય છે ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય પણ વધે છે એટલે તેને શાસ્ત્રોમાં અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે જેને લઈ આજે હાલોલ સ્મશાન ગૃહ ખાતે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પીપળ નાં વૃક્ષ ની મહિલાઓ એ પૂજા કરી ધન્યતા અનુભવી હતી.