Gujarat
મોર આમલી ગામે સાળાના લગનમાં જમાઈ યમરાજ બનીને આવ્યો:ખેલ્યો ખૂની ખેલ
( પ્રતિનિધિ રિજવાન દરિયાઈ)
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના મોર આમલી ગામે સાળાના લગ્ન હતા ત્યારે ઘણા સમયથી સસરા અને જમાઈ વચ્ચે તકરાર ચાલી રહી હતી જેને લઇ સસરા પોતાની દીકરીને સાસરીયે મોકલતા ન હતા ત્યારે પોતાના દીકરાના લગ્ન હોય જમાઈને આમંત્રણ આપ્યું હતું લગ્નમાં પધારવાનું જેને લઇ જમાઈ પોતાની સાથે પોતાના 30થી વધુ મિત્રોને લઈ અને મોર આમલી ગામે લગ્નમાં પહોંચ્યા હતા.
જમાઈને સસરા પ્રત્યે રીસ હતી તેને લઈ પૂર્વ તૈયારી રૂપે જ પોતાની સાથે હથિયારો પણ લઈને આવ્યા હતા. ઘરેથી પોતાના સાડા નો વરઘોડો નીકળી ગામમાં ફરતો હતો એ અરસામાં જમાઈ અને સસરા વચ્ચે તકરાર ચાલુ થઈ અને તકરાર ઉગ્ર સ્વરૂપમાં પરિણમી જમાઈની સાથે આવેલા તેના મિત્રોએ એકાએક વરઘોડામાં રાખેલી લાઈટોના વાયરો કાપી નાખ્યા હતા અને અંધારા નો લાભ લઇ જેમ ફાવે તેમ પોતાની પાસે રહેલા ખંજરો વડે એકબીજાને મારવાનું ચાલુ કરી દીધું હતું જો જોતામાં તો નાશ ભાગ મચી ગઈ અને લોકોની ચીસો સંભળાવવા લાગી જેમાં ગોવિંદસિંહ પ્રભાતસિંહ સોલંકી ને ચારથી પાંચ ખંજરના ઘા ઝીંકી ઘટના સ્થળે ઢીમ જ ઢાળી દીધું હતું જ્યારે અન્ય પાંચ થી છ લોકોને કોઈને માથાના ભાગે કોઈને પેટના ભાગે કોઈને મોઢાના ભાગે કોઈને પીઠ ના વાગે ક્યાંક ને ક્યાંક ખંજરોના ઘા જીકી જમાઈ તથા તેની સાથે આવેલા તેના મિત્રો ભાગી છુટ્યા હતા
ગ્રામજનોએ લોહી લુહાણથી લખપત ગોવિંદભાઈ તથા અન્ય ચાર પાંચ તાત્કાલિક સારવાર અર્થે ઉમરેઠ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે ગોવિંદભાઈ ને મૃત જાહેર કર્યા હતા અને અન્ય પાંચ ઇસમો ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
આ ઘટનાની જાણ ડાકોર પોલીસને થતા તાત્કાલિક તાત્કાલિક પહોંચી જાય ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા
જમાઈ ના દાદા સસરા જણાવતા હતા કે મારો જમાઈ ખૂબ જ ખરાબ છે થોડા સમય પહેલા સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ઉપર પણ હુમલો કર્યો હતો અને એ કેસમાં પણ જેલમાં જ હતો થોડા દિવસો પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો અમારી દીકરીને પણ ખૂબ જ હેરાન કરતો હતો જેથી દીકરી પણ અમારી અમારી પાસે જ રહેતી હતી પણ ઘરમાં લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું
* લગ્નના ગીતો ને જમ બનેલા જમાઈયે મરસીયા માં બદલી નાખ્યા