Gujarat
સોંટી વાગે ચમ ચમ વિદ્યા આવે ઘમ ઘમ. વ્યક્તિત્વ ઘડતરમાં બાળ શિલ્પી માસ્તરનું મહત્વ
પપ્પા સાથે ઘરે જવાની જીદ લઈને રડતાં એક વિધાર્થીને શિક્ષકે પ્રેમથી સમજાવી શાળામાં બેસાડયો શિક્ષક ના પ્રેમાળ વર્તન થી બાળકે રડવાનું છોડી દરરોજ શાળાએ આવાનુ વચન આપ્યું ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ . ઘરસે મસ્જિદ હે બહોત દૂર ચલો યું કરલે કિસી રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે
સોંટી વાગે ચમ ચમ વિદ્યા આવે ઘમ ઘમ. આ કહેવત. ધીરે ધીરે હવે સમાજમાંથી વિસરાતી ગઈ છે અને શિક્ષણ માટેની નવી નવી પદ્ધતિઓની અનેક રીતો અપનાવવામાં આવી રહી છે. ગામડાઓમાં આજે પણ ભૂતકાળની રીત રિવાજો પ્રમાણે બાળકો શાળામાં આવવા માટે પોતાના માતા પિતાને ખૂબ પરેશાન કરતા હોય છે. અને શાળામાં આવે ત્યારે શિક્ષકોને પણ ખૂબ જ મુશ્કેલી થતી હોય છે.
પરંતુ બાળક એ તો એક નાનકડો જીવાત્મા છે. તેને સમજવાની કોશિશ કોણ કરશે? ખરેખર માતા-પિતા પણ ન સમજી શકે અને શિક્ષકોના સમજી શકે તો બાળક બિચારો જશે ક્યાં? આમ જ આજે એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી પોતાના પિતાની સાથે શાળામાં આવે છે પણ માતા પિતાની મમતા ના કારણે પિતાની સાથે ફરીથી પાછો ઘરે જવા માટે ખૂબ જ રડતો હોય છે. થોડીવારમાં શાળા સમય દરમિયાન તેના શિક્ષક રાજેશભાઈ પટેલ આવી જાય છે અને આ વિદ્યાર્થીને તરત જ પૂછપરછ કરે છે. પ્રેમથી સમજાવે છે અને તેની તમામ પ્રકારની જરૂરિયાતોને સમજે છે. બાળક પણ તેમને રડતા રડતા જવાબ આપે છે.
વ્યક્તિત્વ ઘડતરમાં માયાળુ સ્વભાવની સાથે તેને પ્રેમ અને હૂંફ ની ખૂબ જ જરૂર પડે છે . એમ આ એક અજબ ગજબ નો કિસ્સો આપણી સામે આવે છે અને શિક્ષક દ્વારા બાળકને ખૂબ જ વહાલથી તેને તમામ પ્રકારના પ્રશ્નો પૂછે તેની સાથે ખૂબ આત્મીયતા ભર્યું વર્તન કરી તેને શાળામાં ભણવા માટે સમજાવે છે. વિદ્યાર્થી પણ પોતાના શિક્ષકની વાત માની અને પોતે ધીરે ધીરે વિદ્યાર્થીઓ સાથે એક મેક થઈ અને સવારની પળોમાં શાળાના શૈક્ષણિક કાર્યની શરૂઆતમાં જોડાઈ જતો હોય છે. આ વિદ્યાર્થી ઘણી વખત સતત ગેરહાજર પણ રહેતો હોય છે પરંતુ આજથી તેને નક્કી પણ કર્યું છે કે હવે હું કદી પણ ગેરહાજર નહીં રહું અને મારા સાહેબ કહેશે તે પ્રમાણે હું રોજનું કામ કરીશ જ અને મને જે ગમશે તે હું ભણીશ સલામ છે આવા શિક્ષક અને વિદ્યાર્થીઓને કે જેઓ પણ એકબીજાને આત્મીતાપૂર્વ પોતાનો વ્યવહાર કરી અને વિદ્યાર્થી જીવનને નવી દિશા આપવા માટે ઉત્તમ પ્રયત્નો કરી રહ્યા છે.