Connect with us

Gujarat

વડોદરા જિલ્લાની ૫૩૬ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાનું આયોજન

Published

on

૨જી ઓકટોબરથી બીજા ચરણની ગ્રામ સભા આયોજિત કરવામાં આવશે

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અને સ્વચ્છતા વિભાગ અંતર્ગત તા.૨૬ જુલાઈ સુધી ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિશન મોડમાં “હર ઘર જલ” અને “ODFપ્લસ મોડેલ” ઝુંબેશ પર ભાર મુકવામાં આવનારો છે. ખાસ ગ્રામસભાઓ દ્વારા સેનિટેશન અને હાઈજીન કાર્યક્રમો આયોજિત તથા અમલીકૃત થાય તે માટે પહેલા દિવસે વડોદરા જિલ્લાના વલણ, સંસરોદ, પ્રતાપપુરા, આંકલીયા ધનતેજ, ગણપતપુરા જેવી કુલ ૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના અંત સુધીમાં તમામ લોકોને સ્વચ્છ અને પર્યાપ્ત પ્રમાણમા પીવાનું પાણી અને સેનિટેશન વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ODFપ્લસ મોડેલ હેઠળ ધન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનને વધુ સુદઢ કરવામાં આવનારું છે. દરેક ગામમાં જાગૃતિ માટે ન્યૂનતમ કચરો, ન્યુનત્તમ સ્થિર, જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે મોડેલ વિકસાવવામાં આવશે.

Advertisement

આ ગ્રામ સભોઓ અંતર્ગત દરેક ગામની સ્વચ્છતાને ધ્યાને લઈ મહત્વકાંક્ષી રાઇઝિંગ મોડેલ તરીકે સુનિશ્ચિત કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા.  સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યા. સંબંધિત બોર્ડમાં તમામ ઘરો અને બજાર વિસ્તારોને મુલાકાત લઈ અને જાહેર આરોગ્ય અને પર્યાવરણની સ્વચ્છતા માટે શૌચાલયનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે પ્રેરિત કર્યા. શૌચાલયનો ઉપયોગ અને જાળવણીનું મહત્વ નિષ્ક્રિય શૌચાલયનું રેટ્રોફીટીંગ,વ્યક્તિગત સ્વચ્છતા અને હાથ ધોવાની ક્રિયા વિશે ગ્રામજનોને માહિતગાર કરવા વિશે ચર્ચા, ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત ગ્રામ પંચાયતનાના શેગ્રિગેશનશેડની નિયમિત કામગીરી ઊભી કરવા અને શરૂ કરવના કામોને સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ૫૦% રકમ સ્વચ્છતા, સેનિટેશન અને હાઈજીન જેવી બાબતોમાં ખર્ચ કરવા અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨ ઓકટોબરથી પણ બીજા ચરણણી ખાસ ગ્રામ સભાનું આયોજન થનારું છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!