Panchmahal
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની રાષ્ટ્રીય એકતા શિબિર સંપન્ન

ઉચ્ચ શિક્ષણ વિભાગ ગાંધીનગરના એન.એસ.એસ સેલ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે સાત દિવસીય,”રાષ્ટ્રીય એકતા શિબિર -2023″ કે જે આદિવાસી અસ્મિતા પર્વ તરીકે ઉજવાઈ છે એ શિબિરનું ગોધરાના ધારાસભ્યસી. કે. રાઉલજી,કુલપતિ ડૉ પ્રતાપસિંહ ચૌહાણ, એન.એસ.એસ રિજિયોનલ ડાયરેક્ટર કમલ કર,રજીસ્ટ્રાર ડૉ.અનિલ સોલંકીની ઉપસ્થિતિમાં સમાપન થયું.
આ પ્રસંગે વિવિધ રાજ્યોના એન.એસ.એસના સ્વયંસેવકોએ તથા એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસરોએ પોતાના સાત દિવસ દરમિયાન થયેલા અનુભવો વ્યક્ત કર્યા હતા.વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.
યુનિવર્સિટીનું કેમ્પસ છેલ્લા સાત દિવસથી વિદ્યાર્થીઓથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક પ્રવચન આપી વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણએ આ નવ રાજ્યોના વિદ્યાર્થીઓ મારા પોતાના છે એમ કહી તેમની જેટલી પણ કાળજી લેવાય તે લીધી હતી અને વિદ્યાર્થીઓને સતત પ્રેરણા પૂરી પાડી હતી. રજીસ્ટર ડોક્ટર અનિલ સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર કેમ્પનું સફળ આયોજન યુનિવર્સિટીના એન.એસ.એસ કોઓર્ડીનેટર ડૉ મયંકભાઈ શાહ, ડો. સંજય જોષી તથા ડો. હરેશ સુથારની ટીમે તેમજ યુનિવર્સિટી ની ૨૦ સભ્યોની ટીમના સથવારે તેમજ વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી .
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ભારતમાં આદિવાસી અસ્મિતાની થીમ ઉપર દેશભરમાં આ પહેલી વહેલી NIC શિબિર યોજાઈ છે જે નોંધવું જ રહ્યું.આ શિબિરમાં ગુજરાત સહિત કુલ નવ રાજ્યના ૧૮૮થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.