Gujarat
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિનાત્મક જ્ઞાનયજ્ઞનો પ્રારંભ
નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાની ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પૂજન, અર્ચન, આરતી કરાયા…
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કેરા ખાતે ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો હતો.
નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા ૧૫૭ મા પ્રાગટ્ય દિન નિમિતે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પૂજન, અર્ચન, આરતી કરાયા હતા.
વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણોની મહાપુજા તથા પરાયણોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા કોઈથી ઝાંખા પડે તેવા નહિ, ગભરાય કે કોઈના પ્રભાવમાં પણ આવી શકે નહિ તેવાનીડર સિદ્ધાંતવાદી હતા, જેમકે સિદ્ધાંતમાં કોઈ સમાધાન નહિ એવું સૂત્ર હતું. વધુમાં તેઓશ્રીએ ધર્મશુદ્ધિ અને વહીવટશુદ્ધિનું કાર્ય કર્યું જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી પ્રત્યે અગાધ નાતો હતો. દેશ વિદેશથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. યજમાન પદે કરસનભાઈ કુંવરજીભાઈ કેરાઈ પરિવાર હતો.