Connect with us

Gujarat

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય દિને..

Published

on

કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજયુકેશનને રૂપિયા ૧ કરોડનું દાન…

લાયન્સ હોસ્પિટલને રૂપિયા ૭.૫૦ લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ..

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજના અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ યોજાઈ હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વેદરત્ન શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી કચ્છી લેવા પટેલ મેડીકલ એન્ડ એજયુકેશનને રૂપિયા ૧ કરોડનો ચેક પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના વરદ હસ્તે અર્પણ કરાયો હતો. જેના દાતા હતા સામુબેન વેલજીભાઇ ઝીણાભાઈ ગોરસીયા પરિવાર માધાપર હતો. કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા જણાવાયું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનો સેવા ભાવ અનેરો છે. દુષ્કાળમાં પાણી, ગાયો માટે ઘાસનું નિરણ, આરોગ્ય, શિક્ષણ સેવા, કોરોના વખતે ઓક્સિજન વિગેરેની સગવડ પૂરી પાડી હતી.

Advertisement

જ્યારે લાયન્સ હોસ્પિટલને રૂપિયા ૭.૫૦ લાખની કિંમતનું ડાયાલિસિસ મશીન પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની ઉપસ્થિતિમાં અર્પણ કરાયું હતું. જેના દાતા રવજીભાઈ રામજીભાઈ પિંડોરીયા પરિવાર હતા. આ અવસરે લાયન્સ હોસ્પિટલના શ્રી ભરતભાઈએ જણાવ્યું હતું કે, વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી અત્યાર સુધીનું રૂપિયા દોઢ કરોડ સુધીનું દાન અત્રે મળેલ છે.

શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, માધાપર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથનું હસ્તથી લખેલ લખાણ દ્વારા બનાવેલ બુકે સ્વરૂપે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને અર્પણ કરાયો હતો.

Advertisement

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાય રહેલ છે ત્યારે ભવ્ય ભકિત સંગીતનું આયોજન કરાયેલ હતું. સંગીતકાર શ્રી કીર્તિભાઈ વરસાણી દ્વારા તેમજ ટીમ સાથે ૬૦ જેટલા સંગીતજ્ઞો વિવિધ સાજ સાથે ઉપસ્થિત હતા. સંગીતના તાલે હરિભક્તોનો સમૂહ ઝૂમી ઉઠ્યો હતો.

આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી તેમજ બીએસએફના ડી.આઈ.જી વગેરે મહાનુભાવો તથા ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!