Ahmedabad

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં ગુરુપૂર્ણિામાની ભકિતભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન જ્ઞાનમહોદોધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આર્ધઆચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ના દિવ્ય આશિર્વાદ સાથે ગુરુપૂર્ણિમા પર્વની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, આર્ષદ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીજીએ જણાવ્યું હતું કે, આ પૃથ્વી પરના દરેક માનવને પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની ઈચ્છા રહેતી હોય છે પણ એ પરિવર્તનની યોગ્ય દિશા બતાવનાર અને ઉન્નતિયુક્ત પરિણામ લાવનાર તો માત્ર સાચા ગુરુ જ હોય છે. તેઓ સંસારરૂપી સાગરમાં હાલક ડોલક થતી શિષ્યની જીવન નૈયાને સ્થિર કરી ભગવાન સુધી પહોંચાડે છે. અને ભગવાનનો સાક્ષાત સંબંધ કરાવે છે. આવી સિધ્ધ ભૂમિમાં ગુરુની પાસે આધ્યાત્મિક શિક્ષણ અને સેવાનું શિક્ષણ મેળવ્યું હશે તો જ જીવનમાં અખંડ શાંતિ વર્તશે અને તો જ આપણે સાચા અર્થમાં ગુરુપૂર્ણિમા ઉજવી કહેવાય તથા  આ અવસરે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડે ગુરુભકિતના સૂરો રેલાવ્યા હતા.

આ અવસરે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી જેમાં ભાવિક હરિભક્તોએ ૧૫૧ યુનિટ રક્તદાન કર્યું હતું. આ અણમોલ અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

Advertisement

 

મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Advertisement

Trending

Exit mobile version