Gujarat
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકોકસ ન્યૂ જર્સીનો ૨૩ મો પ્રતિષ્ઠોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઇ
ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા…
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકોકસ ન્યૂ જર્સી મંદિરનો ૨૩ મો પ્રતિષ્ઠોત્સવ ત્રિદિવસીય મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત સંપન્ન કરવામાં આવ્યો. શ્રી હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, વિવિધ ગ્રંથોની પારાયણ પણ યોજાઈ હતી.
આ ૨૩ મા પાટોત્સવ પ્રસંગે યુ.એસ ક્રોંગ્રેસ મેન રોબ મેનનડેઝ, સિકોકસ સીટીના મેયર માઈક ગનેલી સાથે કાઉન્સિલ મેમ્બર્સ રોબ કોન્સ્ટાટીને, જોન ગેર્સબાસીઓ, સિકોકસ પોલીસ ચીફ ડેનીસ મીલર, જજ જોસેફ ટ્રુલા, હડસન કાઉન્ટી, સુપીરીયર કોર્ટ જજ, સિકોકસ એસેમ્લી મેન, નોર્થ બર્ગન જુલીઓ મારેન્ડો, જેમ્સ અનઝાલડી, મેયર કલીફટન એન્ડ રીપ્રેન્ટીગ યુ.એસ ક્રોંગ્રેસ મેન બીલ પાસ ક્રેલ, માર્ક કોમ્યુનિકેશન ડાયરેક્ટર ફ્રોમ હડસન કાઉન્ટી એક્ઝિક્યુટિવ ઓફિસર, શ્રી રમણભાઈ પટેલ પૂર્વ કોન્સ્યુલેટ જનરલ ડોમીનીકન, આન્ડ્રિ સાટોક, પેટરસન સીટી મેયર, ડો. જયેશભાઇ પટેલ જર્સી સીટી ઈન્ડીયન કોમ્યુનિટી લીડર વિગેરે મહાનુભાવો પધાર્યા હતા.
ક્રોંગ્રેસ મેન બીલ પ્રાસકેલે તથા ન્યૂ જર્સી સ્ટેટ એસેમ્લીમેન જુલીઓએ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજને પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથી સાથે અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે પ્રાર્થના સભા યોજાઈ હતી.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પણ ભવ્ય રીતે ઉજવાયો હતો. અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વાણી આચારસંહિતા એવી શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકોકસના પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, જે દેશમાં રહેતા હોય તે દેશના નિયમો પ્રમાણે વર્તવું, મનુષ્યનું જીવન ઉન્નત અને આધ્યાત્મિક માર્ગે ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે માટે હાકલ કરી હતી.
આ મહોત્સવમાં મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, ડેપ્યુટી મહંત સદ્ગુરુ શ્રી મુનિભુષણદાસજી સ્વામી, દિલ્હી મંદિર મહંત ધર્મનંદનદાસજી સ્વામી વિગેરે વરિષ્ઠ સંતમંડળ તથા દેશ વિદેશના હરિભક્તોનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી