International
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો, કેનેડાનો દશાબ્દી પ્રતિષ્ઠોત્સવ ઉજવાયો…
શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો, કેનેડામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપા ૧૦ વર્ષ થતાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો, કેનેડામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાવનકારી દશાબ્દી મહોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની નિશ્રામાં શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, રાસોત્સવ, નગરયાત્રા, સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, આરતી વગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા.
શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરન્ટો, કેનેડા દશાબ્દી મહોત્સવ પ્રસંગે ગેરી આનંદસાગરે એમ. પી. અને ફેડરલ કેબિનેટ મિનિસ્ટર, જેનિફર માકકેલવીએ ડેપ્યુટી મેયર, માઈકલ કોટીયુ – એમ. પી., વિજય થાણીગુસલં મેમ્બર ઓફ પ્રોવીસીનલ પાર્લિયામેન્ટ, ઝાકીર પટેલ ટીડીએસબી, ટ્રસ્ટી, કાપીઢવાજ પ્રતાપસિંહ કોન્સલ, હેડ ઓફ કૉમેર્સ એન્ડ પોલિટિકલ, મજીદ બાલા લોયર તેમજ કાઉન્ટી પોલીસ વિગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દ્રઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં બેઠા આનંદની પ્રાપ્તિ થાય છે.
પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ કેનેડા પધારતાં પહેલાં લંડનના કિંગ્સબરી ખાતેના ઈકો ફ્રેંડલી, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પણ દશાબ્દી મહોત્સવ પણ યોજાશે તેના પ્રારંભે જ્ઞાનસત્ર, ભક્તિ સંગીત, શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, શ્રીજીસ્વયં મૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની સમૂહ પારાયણો તેમજ કાપડમાં ૩૦ હજાર મંત્ર લેખન કરીને શ્રી ઘનશ્યામ મહારાજનો સાફો બનાવવામાં આવ્યો હતો અને કાગળમાં ૬૦ હજાર મંત્ર લખીને ફૂલ બનાવીને તેના હાર તથા છડી બનાવીને ઠાકોરજીને અર્પણ કરાયા હતા તેમજ બોલ્ટન ખાતે પણ વિવિધ ભક્તિ સભર આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.
મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી