Gujarat
શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા – યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત વિવિધ અધ્યાત્મસભર કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર યોજાયા
કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નાઈરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના કંપાલા – યુગાન્ડામાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં કંપાલા – યુગાન્ડામાં “શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ” અંતર્ગત ગ્રંથ શિરોમણિ “શિક્ષાપત્રી” સમૂહ પાઠ, સમૂહ મહાપૂજા, પૂજન – અર્ચન, નિરાજનની ભકિતભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
સં. શિ. ગુરુપ્રિયદાસજી સ્વામી