Gujarat

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર તથા કડીમાં વૈશાખ વદ અપરા ભાગવત એકાદશીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના કલાત્મક વાઘાનો નયનરમ્ય શણગાર …

Published

on

વૈશાખ વદ અગિયારસ જેને અપરા ભાગવત એકાદશી કહેવાય છે. ગ્રીષ્મનો તાપ તીવ્ર થવા લાગ્યો છે સમગ્ર સંસાર શીતળતા ઇચ્છે છે અને શરીર પણ, આથી જલક્રિડાથી તન અને મનને શાંતિ મળે છે અને સુખ અનુભવાય છે તેથી તેને જળક્રીડા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીના દિવસે ભગવાનને કાકડી ઘરાવાનો સવિશેષ મહિમા છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી વચનામૃતમાં જણાવાયું છે કે, અપરા એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ કોઈ શાહુકારે હુંડી લખી હોય ત્યારે તેમાં રૂપિયા દેખાતા નથી, પણ તેને વટાવામાં આવે છે, ત્યારે રૂપીયાનો ઢગલો થાય છે. તેવી રીતે એકાદશી વ્રત કરનાર સુખી થાય છે. જે એકાદશી કરે છે તેને સ્વામિનારાયણ ભગવાન અંતકાળે દર્શન આપીને પોતાના અક્ષરધામમાં પણ લઈ જાય છે.

Advertisement

સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભગવાનને ઠંડક-શીતળતા પ્રાપ્ત તદર્થે સંતો-ભક્તો દ્વારા ચંદન કાષ્ટને ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનને ધારણ કરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોડ એવું ચંદન ભગવાનને ગરમીથી રાહત મળે તે પૂજનીય પૂજારી સંતો કલાત્મક ચંદન વાઘા – શણગાર અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન એ સમર્પણનું પ્રતીક છે.તે ઘસાય છે છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાના સદ્ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ – અક્ષય તૃતીયાથી લઇ વૈશાખ વદ અમાવાસ્યા સુધી ભગવાનને મનોરમ્ય અને કલાત્મક ચંદનના વાઘા પહેરાવવામાં આવે છે. જેનાં દર્શન કરી સંતો-ભક્તો, ભાવિકો ગ્રીષ્મ ઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે.

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં દર્શનદાન અર્પતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરીકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટતા સભર શણગાર ધરાવ્યા હતા. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે અવિસ્મરણીય ચંદનના કલાત્મક શણગારમાં અભયદાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની શણગાર આરતી ઉતારી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરથી લાઇવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ઉમળકાભેર કર્યા હતાં.

Advertisement

Trending

Exit mobile version