Gujarat
રાબડા સાંઈ મંદિરે ભાગવત કથા નુ શ્રીફળ મુહૂર્ત સંપન્ન થયું

રાબડા દાદારી ફળીયા સાંઈ મંદિર ખાતે આવતી તારીખ 22 માર્ચ થી 28 માર્ચ ચૈત્રી નવરાત્રી દરમિયાન ખેરગામ ના પ્રસિદ્ધ યુવા કથાકાર કિશનભાઇ દવે ની ભાગવત કથા નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. જેનું શ્રીફળ મુહૂર્ત આજે ખેરગામ ખાતે કિશનભાઇ દવે ના નિવાસ્થાને મોટી સંખ્યા માઁ પધારેલા સમગ્ર રાબડા સાંઈધામ પરિવાર ને અર્પણ કરવામાં આવ્યું હતુ. સાત દિવસ સુધી ચાલનારી આ ભાગવત કથા માઁ વિદુર ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, કૃષ્ણજન્મ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા પાવન ઉત્સવો ધામધૂમ થી ઉજવવા મા આવશે.
અંબુભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, સતિષભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તેમજ સમગ્ર સાંઈ ધામ દ્રારા દરરોજ મહા પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ દશાંશ યજ્ઞ અને પિતૃ પૂજન વિદ્વાન બ્રાહ્મણો દ્રારા કરવામાં આવશે.કથા નો સમય દરરોજ રાત્રે 8 થી 11 નો રાખવામા આવ્યો છે. સાત દિવસીય આ ભાગીરથી ગંગા સમાન ભાગવત કથા મા અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. આચાર્ય માક્ષિત રાજ્યગુરુ, પાર્થ રાજ્યગુરુ અને પ્રોફેસર ભાર્ગવ દવે દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા. રાબડા સાંઈ ધામ દ્રારા ધર્મ પ્રેમી ભાવિક ભક્તો ને કથા મા પધારવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.