Health
Star Fruit: ના ખાધું હોય તો જીવનમાં એકવાર જરૂર ખાજો આ ફળ? હાર્ટ માટે છે ધ બેસ્ટ
શાળા-કોલેજની બહાર આવતી આંબોડિયાની લારીમાં આ ખાટ્ટા-મીઠા સ્વાદનું કમરક (સ્ટાર) આસાનીથી મળી જાય છે…ખાવામાં ખાટ્ટા છે પરંતુ તેના ફાયદા ખૂબ મીઠા છે..જીં હા કમરક ખાવાથી સ્વાસ્થય સંબંધી ઘણા ફાયદા મળે છે.વિટામીન સી થી ભરપૂર કમરક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.કમરક ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે.કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને ખાસ દૂર કરે છે.
હૃદય માટે બેસ્ટ-
કમરખ ફ્રૂટમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે હાર્ટ માટે પણ ફાયદાકારક છે. સ્ટાર ફ્રૂટ ખાવાથી શરીરને ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ સ્ટ્રોક અને કાર્ડિયક અરેસ્ટ જેવા હાર્ટ ડિસીઝનો પણ ખતરો રહેતો નથી.
ડાયાબિટીસમાં ફાયદારૂપ-
બોડીમાં બ્લડ શુગર લેવલ અને ઈન્શ્યુલિનને કંટ્રોલમાં રાખવા માંગો છો તો સ્ટાર ફ્રૂટ અવશ્ય ખાઓ. ફાયબરથી ભરપૂર આ ફ્રૂટ ખાવાથી બોડીમાં બ્લડ શુગર નિયંત્રિત રહે છે અને સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે તે ફાયદાકારક છે.
પાચન માટે બેસ્ટ-
આ ફળમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. જેથી તે પેટ માટે પણ ફાયદાકારક છે. તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેના કબજિયાતમાં પણ રાહત મળે છે.