Surat
પ્રદેશ ભાજપ અધ્યક્ષની સી. આર. પાટીલ નાં જન્મ દિવસનો કડોદરામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપાના લોકપ્રિય અધ્યક્ષ, પેજ સમિતિ ના પ્રણેતા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને હાલમા યોજાયેલ વિધાન સભાની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીની ૧૫૬ બેઠકો મેળવવામા જેમનો સિંહફાળો છે એવા લોકલાડીલા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલ સાહેબના 69 મા જન્મદિન નિમિત્તે સમ્રગ જિલ્લાના વિવિધ તાલુકા અને નગરોમા કાર્યકર્તાઓ તથા નગરજનો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે મેડિકલ કેમ્પ, સેવા વસ્તીમા આઈસ્ક્રીમ વિતરણ, ટી.બી ના દર્દીઓને કીટ વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, કુપોષિત બાળકોને કીટ વિતરણ, ગરીબ વસ્તીમા બાળકોને કીટ વિતરણ, પગરખા વિતરણ તથા પ્રધાનમંત્રી જીવનવીમા યોજના અંતર્ગત ના વિવિધ કાર્યક્રમો સમગ જીલ્લાના દરેક મંડળ કક્ષાએ કરવામાં આવેલ છે.
જે પૈકી સુરત જીલ્લા ભાજપાનો મુખ્ય કાર્યક્રમ અકળામુખી હનુમાનજી મંદિર, કડોદરા ખાતે ધારાસભ્યશ્રી અને સુરત જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી સંદિપભાઈ દેસાઈ, સુરત જિલ્લા પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમા કરવામાં આવ્યો. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, નગરના સૌ આગેવાનો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠના હોદ્દેદારો હાજર રહયા. જે સમ્રગ કાર્યક્રમનુ સંચાલન અંકુરભાઈ દેસાઈ દ્રારા કરવામાં આવ્યુ.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત