Gujarat
સેવાલિયા થર્મલ ખાતે જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષા નો SPC વિન્ટર કેમ્પ

આજરોજ સેવાલિયા થર્મલ ખાતે જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રાજ્ય કક્ષા નો SPC વિન્ટર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ આ કેમ્પ મા અલગ અલગ ૧૩ જેટલા જિલ્લા ના SPC કેડેટ ભાગ લીધેલ છે જેમાં SPC કેડેટ છોકરા છોકરી મળી ૨૫૦ તથા ADI , CPO મળી કુલ ૩૧૨ લોકો એ ભાગ લીધેલ છે.
અને આ વિન્ટર કેમ્પ માં ખેડા જિલ્લા ના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ના માર્ગદર્શન હેઠળ આયોજન ના ભાગ રૂપે RPI પરમાર તથા પીએસઆઇ મેહરિયા તથા પીએસઆઇ ડી બી રાઓલ નાઓ ૨૪ કલાક સાથે રહેશે અને રોજ રોજ બીજા અન્ય અધિકારી સાથે રહેનારા છે.
આ કેમ્પ મા અલગ અલગ પ્રવુતિ ઓ જેવીકે સૂર્ય દર્શન, યોગા , શારીરિક કસોટી ઓ તથા બાળકો ના ભવિષ્ય નો વિકાસ થાય તેમજ સામાજિક જન જીવન ની સમજ અને તેઓના વિકાસલક્ષી તાલીમ આપવા માં આવશે તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ આ કેડેટ તેમજ ADi , CPO નાઓને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા ના. હસ્તક જીવન જરૂરી વસ્તુ ઓ ની ટૂલ કિર જેવીકે બ્રશ, કોલગેટ, સાબુ, શેમ્પૂ, તેલ વિગેરે ની કીટ આપી જરૂરી માર્ગદર્શન આપી આ કેમ્પ ની શરૂઆત કરવા માં આવી તેમજ બાળકો ના માટે ડોકટર થી માંડી તમામ જરૂરી વસ્તુ ની વ્યવસ્થા કરવા માં આવી તેમજ પોલીસ વડા દ્વારા બાળકો સાથે સ્વરૂચી ભોજન પણ લેવામાં આવ્યું
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર