Gujarat

ઐયુબ ઊર્ફે ડીગા ના અડ્ડા ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ રેડ! જુગાર રમતા 9 ઝડપ્યા 8 વોન્ટેડ

Published

on

એસએમસી પોલીસના પીએસઆઇને ચોક્કસ બાતમી મળેલ કે મલાવ ગામની સીમમાં લકુમડા તલાવડી પાસે નીલગીરીના ખુલ્લા ખેતરમાં વેજલપુર નો ઐયુબ ઉર્ફે ડીગો હમીદ પથીયા પોતાના અંગત લાભ માટે માણસો ભેગા કરી પૈસા વડે પાના પત્તા નો અંદર બહાર નો હારજીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે એસઆરપી ના માણશો સાથે ગુરુવારે રાત્રે રેડ કરતા એલઈડી લાઈટના અજવાળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઈસમો મા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ ઉપરથી નવ ઈસમો ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમો (૧) રફીક ઈબ્રાહિમ પીતળ રે. ઈદગાહ મહોલ્લા નદી પાર ગોધરા (૨) ઇલિયાસ ઈબ્રાહીમ ખુધા.રે. પ્લોટવિસ્તાર ગુસર રોડ વેજલપુર (૩) વિજયભાઈ મનુભાઈ બેલદાર રે. બસ સ્ટેન્ડ સામે મલાવ (૪) અમરસિંહ કાલાચંદ ભોઈ રે.અંકલેશ્વર મહાદેવ રોડ પંચાલ હોસ્પિટલ પાસે ગોધરા (૫) મનોજભાઈ નાનાભાઈ રાણા ભારત પેટ્રોલિયમ પાસે ઇન્દિરા નગર કાલોલ (૬) અરૂણભાઇ જીવાભાઈ પટેલ દરજી ફળિયુ મલાવ (૭) સલીમ અજીત અલીયા રે. ગુસર રોડ તાડ ફળીયુ વેજલપુર (૮) સિરાજ સબીરભાઈ જમાલ રે.નાના મહોલ્લા વેજલપુર (૯) બિલાલ હમીદ પથીયા રે . હોળી ચકલા મેન બજાર વેજલપુર ને ઝડપી પાડ્યા હતા

જયારે જુગાર નો અડ્ડો ચલાવનાર અયુબ ઉર્ફ ડીગો હમીદ પથીયા રે.હોળી ચકલા વેજલપુર હાજર મળી આવેલ નહીં. પોલીસ ની પુછપરછ મા એવી હકીકત બહાર આવી હતી કે અયુબ ઊર્ફે ડીંગો અલગ અલગ જગ્યાએ જુગાર રમાડવા નો ધંધો છેલ્લા બે  માસ થી કરે છે. અને પોલીસે રેડ કરે ત્યારે જુગારનો ધંધો બંધ કરી થોડા સમયમાં ફરી જુગારનો ધંધો ચાલુ કરી દે છે. અને ચાલુ જુગારમાં કલાક બે કલાકને અંતરે અયુબ ઉર્ફે ડીંગો નજીકમાં રહીને આંટો મારે છે. પોલીસે જુગાર પર થી રોકડ રકમ રૂ ૪૩,૯૦૦/તેમજ નવ મોબાઇલ જેની કિંમત ૩૬,૦૦૦/ રૂપિયા તેમજ  ખેતરો મા મુકેલી નવ મોટરસાયકલ અને એક એક્ટિવા કે જે લઈને જુગાર રમવા માટે માણશો આવ્યા હતા તે કુલ મળીને કુલ ૧૦  વાહનો જેની કિંમત રૂ ૨,૭૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૫૧,૭૧૦/ નો મુદ્દામાલ  કબજે કરી કાલોલ પોલીસ મથકે  જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

* વેજલપુર નો કુખ્યાત ઐયુબ ઊર્ફે ડીગો હમીદ પથિયા ઉપર જુગાર ના સંખ્યાબંધ કેસો.

 

Advertisement

Trending

Exit mobile version