Surat
સુરતના કાપોદ્રામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો. અહીંથી એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 38 મોબાઈલ બે કાર 11 ટુ-વ્હીલર, એક રિક્ષા મળી કુલ 22.32 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જયારે જુગાર રમાડનાર સહિત 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં આવેલા નાના વરાછા તાપી નદીના કિનારે ખાડી ફળિયા પાસે જુગાર ધામ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં અહીં લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અહીં દરોડો પાડ્યો હતો જેને લઈને અહીં અફરાતફરી મચી જવા પામી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરી હતી. તેમજ સ્થળ પરથી 7.48 લાખની રોકડ, 38 મોબાઈલ, બે કાર, 11 ટુ-વ્હીલર એક રિક્ષા તેમજ જુગાર રમાડવાના સાધનો જેવા કે પાથરણા, ચેર, પ્લાસ્ટિક ટુલ, પ્લાસ્ટિક ટેબલ વગેરે મળી કુલ 22.32 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છેગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે અહીંથી એક મહિલા સહિત 38 લોકોની ધરપકડ કરી હતી.
આ તમામ લોકોનો કબજો કાપોદ્રા પોલીસને સોંપવામાં આવ્યો છે તેમજ અહીં જુગાર ચલાવનાર અને જુગાર જમાડનાર સહિત 18 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ઝડપાયેલા તમામ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, કાપોદ્રા પોલીસની નાક નીચે ધમધમતા આ જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો હતો અને ૩૮ લોકોની ધરપકડ કરી હતી જેથી સ્થાનિક કાપોદ્રા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.