Panchmahal
નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ૨૮મી જુલાઈએ
પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગના હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત એન.વી.બી.ડી.સી.પી ઝુંબેશના બીજા તબક્કા અંતર્ગત જીલ્લાના તમામ તાલુકાઓમાં ૬૧૯૩ ટીમ મારફતે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લાના ૨ લાખ ૯૨ હજાર ૯૨૪ ઘરોમાં ૧૫ લાખથી વધુ વસ્તીને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવી હતી.
જે પૈકી મોરવાહડફ તાલુકાના કુલ ૩૫,૬૦૦ ઘર,શહેરા તાલુકાના કુલ ૪૭,૨૨૯ ઘર,ગોધરા તાલુકાના કુલ ૭૭,૫૭૬ ઘર,ઘોઘંબા તાલુકાના કુલ ૩૮,૦૯૮ ઘર,કાલોલ તાલુકાના કુલ ૪૧,૯૨૬ ઘર,હાલોલ તાલુકાના કુલ ૪૩,૮૭૯ ઘર, જાંબુઘોડા તાલુકાના કુલ ૮૬૧૬ ઘરને સર્વેલન્સ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા.આ કામગીરી અંતર્ગત તાવની સંભવિત બીમારીઓ સામે લોકોના લોહીના નમૂના પણ લેવાયા હતા.જ્યારે ૮૭૦૯ ઘરોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવતા ત્યાં ટેમિફોસ દવા મારફતે પોરનાશક કામગીરી કરાઈ હતી. આ સાથે મચ્છર ઉતપ્તિ સ્થાનોનો નિકાલ કરાયો હતો તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.