Chhota Udepur
મોટીટોકરી અને માણાવાંટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી વિતરણ કરવામાં આવી.
કવાંટ તાલુકાના માણાવાંટ અને મોટીટોકરી પ્રાથમિક શાળા નાં વિદ્યાર્થીઓ માટે શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન તરસાલી વડોદરા નાં સહયોગ થી શાળામાં અભ્યાસ કરતા ૨૭૦ થી વધુ વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે જરુરીયાત મુજબ ની સ્ટેશનરી વિતરણ કરવામાં આવી હતી જેમાં મોટીટોકરી ગામ નાં અને હાલ જમનાબાઈ હોસ્પિટલ વડોદરા ખાતે ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ નરસિંહભાઈ રાઠવા નો વિશેષ સહયોગ રહ્યો હતો, સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી ઉપસ્થિત રહેલ વાલસિંગભાઈ રાઠવા દ્વારા ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ત્યાબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ માં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ના પ્રમુખ કનુભાઇ ભાઈ લિંબાચીયા, ટ્રસ્ટ નાં કાયમી સભ્ય અને માણાવાંટ ગામ નાં અને વડોદરા મહાનગર પાલિકા નાં નિવૃત કર્મચારી એવા અરવિંદ ભાઈ રાઠવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ટીબી એચ આઈ વી કો ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગ નાં સ્થાનિક કર્મચારીઓ સીએચઓ પ્રિયંકા રાઠવા, આરોગ્ય કર્મચારીઓ રામભાઇ ભમ્મર, દક્ષાબેન કોલચા અને આશા ભાવનાબેન તથા રસ્મિકાબેન બેન ,નિવૃત વિસ્તરણ અધિકારી અને મોટીટોકરી ગામ નાં વડીલ નરસિંહભાઈ રાઠવા,તેરલ ફાઉન્ડેશન હમીરપુરા (કવાંટ) ના વિજયભાઈ રાઠવા (આર્મી) તેમજ મોટીટોકરી શાળા નાં આચાર્ય સંજયભાઈ રાઠવા સહિત શાળા નાં શિક્ષકો ચેતનકુમાર પટેલ, જયંતીભાઈ ગાંવિત, રાજેશભાઈ મધા,યતિનભાઈ રાઠવા સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
(કાજર બારીયા દ્વારા)