Gujarat
ઓફિસના લોકર રાખેલી રિવોલ્વર અને પાંચ કારતુસની ચોરી કરી

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ ટીંબાના મુવાળા ગોડાઉન ખાતે રાજકુમાર પટેલનું ઘર અને ઓફીસ આવેલી છે જ્યાં રાત્રીનો લાભ લઈને ચોર ઈસમ ઘૂસ્યા હતા જેમાં ઘર અને ઓફિસના લોખંડના. ગ્રીલવાડા દરવાજા તોડી ઓફિસમાં તિજોરી તોડી તિજોરીના લોકરમાં રાખેલ જર્મન બનાવટની એક એન.પી બોર રિવોલ્વર કિંમત 30,000 અને પાંચ કારતુસ કિંમત 2500ની ચોરી કરી ચોર ફરાર થયા હતા સમગ્ર બનાવને લઈને રાજકુમાર પટેલે સેવાલીયા પોલીસ મથકે રિવોલ્વર અને પાંચ કારતુસ કિંમત 32,500 ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર