Ahmedabad
શ્રી વીસા ખડાયતા, એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળ-નડીઆદ દ્વારા સત્યનારાયણની કથા

સત્યનારાયણની કથામાં ૧૩ દંપતિઓએ યજમાન બની કથાનો અલૌકિક લાભ લીધો
પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધના કરવામાં આવે છે તેની સાથે સાથે વિવિધ સમાજ-સંગઠનો દ્વારા સમૂહમાં સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નડીઆદના સિંદુશીપોળ ચકલા પાસે આવેલ શ્રી વીસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્તની વાડીમાં જ્ઞાતિના વડીલોનું વિશ્રામ મંડળ દ્વારા સમૂહ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ સત્યનારાયણની કથામાં ૧૩ દંપતિઓએ યજમાન બની કથાનો અલૌકિક લાભ લીધો હતો.

સત્યનારાયણની કથાના મુખ્ય યજમાન તરીકે ડૉ. ગોપાલ શાહ અને સુભાષભાઇ શાહ સહિત સર્વ પ્રમુખગોવિંદભાઇ શાહ, આઇ.પી.પી.પંકજભાઇ શાહ, મંત્રી સંજયભાઇ શાહ, ખજાનચી જૈમિનભાઇ શાહ સહિત ધીરજલાલ શાહ, ઉપેન્દ્રભાઇ શાહ, યોગેશભાઇ શાહ, હરીઓમભાઇ શાહ, દિલીપભાઇ આર. શાહ, વિજયભાઇ શાહ અને નરેશભાઇ શાહ સહ યજમાન તરીકે લાભ લીધો હતો. જયારે સમગ્ર સત્યનારાયણની કથાનું રસપાન દક્ષેશકુમાર ભટ્ટે કરાવ્યું હતું. આ સત્યનારાયણની કથાને સફળ બનાવવામાં કારોબારી સભ્યો સર્વ રાજુભાઇ શાહ, અમીતભાઇ શાહ, કૌશિકભાઇ શાહ, પ્રવિણભાઇ શાહ, દિલીપભાઇ શાહએ જહેમત ઉઠાવી હતી. જયારે મોટી સંખ્યામાં મંડળના સભ્યોએ ઉપસ્થિત રહી કથાનો અલૌકિક લાભ લીધો હતો. સમૂહ કથાના સમાપન બાદ મંડળની સામાન્ય સભા મળી હતી.