Panchmahal
માંચી થી પાવાગઢ ડુંગર સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ યાત્રિકોને મોબાઈલ ટોર્ચ થી પગથિયા ચઢવા પડે છે
પ્રતિનિધિ, દિપક તિવારી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાછલા કેટલાક દિવસોથી યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે માચી થી પાવાગઢ ડુંગર ઉપર સુધી પગથિયા ઉપર લગાવવામાં આવેલા લાઇટિંગ પાછલા ઘણા દિવસોથી બંધ છે રાત્રી દરમિયાન આ લાઈટો ચાલુ ન થતાં યાત્રાળુઓ જીવના જોખમે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે દૂર દૂરથી આવતા યાત્રાળુઓમાં પાવાગઢ ના વિકાસ પાછળ ખરચેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાના કચવાટ સાથે રોષ જોવા મળી રહ્યો છે.
માંચી થી પાવાગઢ ડુંગર સુધી પગથિયા ની લાઈટો બંધ હોવાથી રાત્રે ચાલીને દર્શને જતા યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.૨૫૦૦ થી ૩૦૦૦ પગથિયા યાત્રાળુઓએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને માચી થી પાવાગઢ ડુંગર સુધી જંગલ જેવો વિસ્તારમાં ચાલતા જતા હોય છે. ત્યારે રાત્રે લાઇટો બંધ રહેતા અંધારામાં પસાર થતાં બહારથી અહીં આવતા યાત્રાળુઓને જંગલી અને જહેરી જનાવર નો ડર સતાવી રહ્યો છે. બે દિવસ પછી પુનમ આવે છે પુનમ ના દિવસે યાત્રાળુઓ વહેલા સવારે દર્શન માટે ચાલતા આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લાઈટ ચાલુ કરાવે તેવી સ્થાનિકોની માગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટૂંક સમય માં અધિક અને શ્રાવણ માસ સરુ થનાર છે જેને લઈ માતાજીનાં ભક્તો નો ભારે ઘસારો રહેશે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક આ લાઇટો ચાલુ કરાઇ તેવી ભક્તો ની લાગણી છે