Panchmahal

વ્યાસ પરિવાર નું હનુમાનિયામાં સ્તૃત્ય પગલુ

Published

on

સુરેન્દ્ર શાહ દ્વારા “અવધ એક્સપ્રેસ”

હાલોલ તાલુકાના વિટોજ ગામના પેટા ફળીયા હનુમાનીયા ખાતે તારીખ 22 ફેબ્રુઆરીના રોજ હનુમાનિયાના વ્યાસ પરિવાર દ્વારા હનુમાન દાદા ના મંદિર ના ચૌગાન માં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજ્ઞ ની પૂજા વિધિમાં ચાર કપલ બેઠા હતા હાલોલ ના વિદ્વાન ભૂદેવ દ્વારા વૈદિક મંત્રોચાર સાથે હોમ હવન ની વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ અને તાલુકાના આગેવાનો ગામના નાગરિકો વ્યાસ પરિવારના પરિવારજનો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

નાના એવા ગામમાં માત્ર 2000 ની વસ્તી ધરાવતા હનુમાનીયા ગામમાં વૈદિક મંત્રોચારના ગગન ભેદી અવાજોથી સમગ્ર ગામમાં ભક્તિભાવ પ્રસરી ગયો હતો લગભગ ચાર કલાક ચાલેલ મારુતિ યજ્ઞ પ્રસંગે ગામના લોકો યુવાનો બહેનો અને બાળકો સાથે ગામના તમામ લોકોએ દર્શનનો લાભ લીધો હતો આરતી બાદ સમગ્ર પરિવારજનો મહેમાનો તથા ગામ લોકો માટે મહાપ્રસાદ નું આયોજન વ્યાસ પરિવાર તરફથી તથા હનુમાનીયા ની ગામ સમસ્ત સીતારામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું લોકોએ આનંદ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ભાગ લઈ યજ્ઞ ને સફળ બનાવ્યો હતો

Advertisement

Trending

Exit mobile version