Chhota Udepur
કવાંટ તાલુકાના કડીપાણી મુકામે વિદ્યાર્થીઓ અને શાળા પરિવારે અમૃત કળશ રેલી કાઢી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ તેના અંતિમ ચરણમાં સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ૩૧ ઓક્ટોબર સુધી “મારી માટી-મારો દેશ” અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં કરવામાં આવનારું છે.
જેના ભાગ રુપે આજરોજ શાળાના આચાર્ય શેફાલી સિંઘના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના કડીપાણી મુકામે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના દરેક ગામ અને દરેક શહેરોમાંથી એકઠી કરાયેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ માટે શાળાના આચાર્યએ ખાસ રેલી કાઢી ગામ લોકોમાં જાગૃતિ આવે તે માટે ઠેર ઠેરથી વિદ્યાર્થીઓ સાથે મળીને માટી એકઠી કરાવીને જીલ્લાના મુખ્ય મથક એવા છોટાઉદેપુર ખાતે જીલ્લા કલેકટરને આ કળશ સુપ્રત કરી દિલ્હી ખાતે પહોચાડવા વિનંતી કરી હતી.
આ કાર્યક્ર્મ હેઠળ આગામી દિવસો દરમ્યાન છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ‘અમૃત કળશ’ યાત્રા ચાલુ રહેશે. આ સમગ્ર યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામો માંથી એકત્ર કરાયેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી રહી છે. સમગ્ર ગુજરતામાં આ પ્રકારે કાર્યક્ર્મનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે.