Connect with us

Surat

યુનિવર્સિટી પરીક્ષાના મોડા પરિણામથી વિદ્યાર્થીઓ કંટાળ્યા, ABVP આક્રમક મૂડમાં

Published

on

Students fed up with late university exam results, ABVP in aggressive mood

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો મોડા જાહેર થતાં હોવાની ફરિયાદો ઉઠી છે.ગત સત્રમાં અનેક પરીક્ષાના મોડા પરિણામોને કારણે વિદ્યાર્થીઓ, કોલેજના અધ્યાપકો અવઢવમાં મૂકાઇ ગયા હતા. જે અંતર્ગત પરીક્ષાના પરિણામો, અર્થશાસ્ત્ર વિભાગમાં ફી વધારો, રીએસેસમેન્ટની ફી સહિતના મુદ્દે ABVPએ ઉગ્રતા દેખાડી હોય યુનિવર્સિટી પ્રશાસન હરકતમાં આવી ગયુ હતુ. ABVPએ જુદા જુદા 8 મુદ્દાઓ ૫૨ કુલપતિને આવેદનપત્ર આપીને પ્રશ્નોનો ઉકેલ ૪8 કલાકમાં આવે એવી માંગણી કરી હતી.બુધવારે સેનેટ સભા પૂર્વે ABVPએ મંગળવારે યુનિવર્સિટીના વહીવટી બિલ્ડીંગમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. ABVPએ કુલપતિને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ફી વધારા સહિતની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ થાય એ જરૂરી છે.

Students fed up with late university exam results, ABVP in aggressive mood

જે અંતર્ગત યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં થયેલો ફી વધારો પાછો ખેંચવામાં આવે રીએસેસમેન્ટની ફી 500 રૂપિયાથી ઘટાડીને 250 કરવામાં આવે. રીએસેસમેન્ટમાં સુધારો આવતો હોય તો વિદ્યાર્થીને મૂલ્યાંકનની 50 ટકા ફી પરત આપવામાં આવે. યુનિવર્સિટી પરિસરમાં સ્વિમિંગ, હોકી સહિતના મેદાનો હોવા છતાં ટ્રેનરની ભરતી કરાઇ નથી. તે ભરતી કરી જરૂરી સાધનો પણ પૂરા પાડવામાં આવે.નવી હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવે તમામ પરીક્ષાઓના પરિણામ 30 દિવસમાં જાહેર કરવામાં આવે. એટીકેટીની ફી અને ફોર્મ ઓનલાઇન, ઓફલાઇન બન્ને મોડમાં લેવામાં આવે તમામ પરિપત્ર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં જાહેર કરવામાં આવે. યુનિવર્સિટીનો ઇન્ટરનેટ આઇડી તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે. જો આ માંગણી, પ્રશ્રોનો 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો ABVP ઉગ્ર આંદોલન કરશે.

Advertisement
error: Content is protected !!