Gujarat
નવમાં ધોરણના વિધાર્થીઓને રાષ્ટ્રપિતા કોણ છે તેની ખબર નથી ?
શિક્ષણ જગત અને વર્તમાન સરકાર માટે શરમ જનક કહેવાય તેવી બાબત શાળામાં જોવા મળીછે જેમાં નવ માં ધોરણ માં ભણતા વિધાર્થીઓને દેશ ના રાષ્ટપિતા કોણછે તેની ખબર જ નથી જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી.
કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ જ્યારે બાળકોને રાષ્ટપિતા કોણછે તેવો સવાલ પૂછતાં બાળકો એક બીજાના મોઢા જોઈ નીચું ઘાલી માથુ ખંજવાળતા ખબર નથી તેવું કહેતા કેમેરામાં કેદ થયા હતા. 2જી ઓક્ટોમ્બરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પર ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આખા દેશ ની સફાઈ કરી ત્યારે ગાંધીજી પણ હસીને કહેતા હશે કે આ બધી ભવાઇ પડતી મૂકી માળીયા ઉપર પડેલી મારી છબી ઉતારી એને સાફ કરીદો આખો દેશ સાફ થઈ જશે નવમાં ધોરણ માં ભણતા વિધાર્થીઓ રાષ્ટ્રપિતાથી બે ખબરછે તો નાના બાળકોને તો પૂછવુંજ શું ચલણી નોટો ઉપર ગાંધીજીનો ફોટો હોવા છતાં બાળકોને યાદ નથી જ્યારે નોટ ઉપર રાષ્ટપિતાનો ફોટો નઈ હોય ત્યારે ગાંધીજીને ગૂગલ માં સોધવા પડે તેવી પરિસ્તીથી સર્જાશે
વિધાર્થીઓને રાષ્ટ્રપિતા કોણ છે તેની ખબર નથી