Connect with us

Surat

સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી

Published

on

Students of Surat Swaminarayan Gurukul created a map of the country and a giant human replica of 'Meri Mati, Mera Desh'

સુનિલ ગાંજાવાલા

ભારતી ને કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર-વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા તા.9 થી 30 ઓગસ્ટ દરમિયાન મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ દેશભરમાં યોજાશે, જેને અનુલક્ષીને સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના 750 બાળકોએ ગુરૂકુળના પરિસરમાં દેશનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ની વિશાળકાય માનવઆકૃતિ બનાવી હતી.સૌએ પોતાના હાથમાં માટીયુક્ત છોડ રાખી વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લઇને પર્યાવરણ જાગૃતિનો ઉમદા સંદેશ પણ આપ્યો હતો. ધો.6થી 9ના 750 બાળકોએ 30*28 સ્કવેર મીટરમાં ભારતમાતાનો નકશો અને ‘મેરી માટી, મેરા દેશ’ સૂત્રની પ્રતિકૃતિ બનાવી હતી.

Advertisement

Students of Surat Swaminarayan Gurukul created a map of the country and a giant human replica of 'Meri Mati, Mera Desh'

ઉપરાંત, દેશના 30 પરમવીર ચક્રથી સન્માનિત વીર શહીદોની તસ્વીરોને હાથમાં લઈને વિદ્યાર્થીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ધર્મવલ્લભદાસ સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસ સ્વામી, શાળાના આચાર્ય અરવિંદ ઠેસિયા અને ધર્મેશ સલીયાની પ્રેરણા અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મેયર હેમાલી બોઘાવાલા તથા જિલ્લાશિક્ષણાધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતામિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ચિત્ર શિક્ષક પ્રવિણભાઈ, સુપરવાઈઝર જગદિશભાઈ તથા સ્ટાફની જહેમતથી વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો.

Advertisement
error: Content is protected !!