Surat
સુરતની પી પી સવાણી સ્કુલના વિધાર્થીઓનું ઝળહળતું પરિણામ- રેકોર્ડબ્રેક વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
સુનિલ ગાંજાવાલા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (SSC Result 10th Result 2023) જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ આજે એટલે કે 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરી દેવામાં આવ્યું છે.ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ-10 S.S.C. ના જાહેર થયેલ પરિણામમાં પી.પી. સવાણી સ્કૂલના 58 વિધાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ તબક્કે દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ સવાણી તથા મંત્રી હર્ષદભાઈ રાજ્યગુરૂ દ્વારા તેમના આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને આગામી સમયમાં ધોરણ-11 અને 12માં ખૂબ સારી એવી સફળતાઓ મેળવી ઉચ્ચ તેમના સપનાઓ સાકાર થાય તે માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉત્તિર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓની મહેનત અને કોઠાસૂઝ તથા ખંતીલા શિક્ષકોનું સમયસરનું અને સચોટ યોગ્યદીશાનું માર્ગદર્શન વિદ્યાર્થીઓની સફળતાના પર્યાય બની ગયા હતા.અને અવિરત પણે દર વર્ષની જેમ જ સમગ્ર ગુજરાતમાં પી.પી.સવાણી શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર રહી ખુબ જ ધમાકેદાર પરિણામ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી સાવલિયા પ્રિત સુરેશભાઇ ધો.10 બોર્ડની પરીક્ષામાં 576/600 માર્કસ મેળવી A1 ગ્રેડ સાથે સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું. આમ શાળાના સહકાર અને પ્રિત ની મહેનત તથા શિક્ષકોનું સમય સરનું માર્ગ દર્શન આ તબક્કે પ્રિતને સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.મૂળ અમરેલી જિલ્લાના ખીજડીયા ગામના રહેવાસી પ્રિત હાલમાં સુરત ખાતે વરાછામાં તેજેન્દ્ર પાર્ક સોસાયટીમાં વસવાટ કરે છે. પ્રિતના પિતા વ્યવસાયે હિરાનું કામ કરી રહ્યા છે. જયારે માતા ગૃહિણી છે. તેમજ નાની બહેન ધોરણ ૪ મા અભ્યાસ કરે છે. પ્રિતનું સપનું IIT માંથી ઈન્જિનિયર કરવાનું છે.પી.પી. સવાણી સ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થી લાઠીયા રાજેન કલ્પેશકુમાર ધોરણ ૧૦ બોર્ડ પરિણામમાં 576/600 માર્કસ મેળવી A1 ગ્રેડ સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.મૂળ ગારિયાધાર જિલ્લાના બેલા ગામના રહેવાસી રાજેન હાલમાં સુરત ખાતે વરાછામાં અનુરાધા સોસાયટીમાં વસવાટ કરે છે. રાજેનના પિતા વ્યવસાયે ટેક્ષટાઈલ્સનું કામ કરી રહ્યા છે. જયારે માતા ગૃહિણી છે. તેમજ નાની બહેન ધોરણ ૬ મા અભ્યાસ કરે છે. રાજેનનું સપનું કોમ્પ્યુટર ઈન્જિનિયરમાં IIT માંથી અભ્યાસ કરવાનું છે.