Surat
દહીંહાંડીના કાર્યક્રમમાં સ્ટંટ કરવો ભારે પડ્યો

રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત શહેરમાં ચારે તરફ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની ધમાલ જોવા મળી રહી છે. આ સાથે જ કોલેજ કેમ્પસ, સ્કૂલોમાં પણ જન્માષ્ટમીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે એસ. ડી. જૈન કોલેજ કેમ્પસમાં મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક યુવક આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો. મોઢામાંથી જ્વલંતશીલ પદાર્થ હવામાં ઉડાડી આગની જ્વાળાઓ સળગાવતો હતો.તે દરમિયાન જ યુવકનો ચહેરો દાઝી ગયો હતો.