Crime

સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કારના બોનેટ પર બેસી સ્ટંટ પોલીસે કાર્યવાહી કરતાં કાન પકડ્યા

Published

on

વાપી GIDC વિસ્તારમાં એક યુવાને ખતરનાક સ્ટંટ કરતા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી છે. જાણવા મળ્યા મુજબ, યુવકે Alto કારના બોનેટ પર બેસીને એરગન સાથે જોખમી સ્ટંટ કર્યો હતો. આ સ્ટંટનો વિડીયો યુવાને સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે શેર કર્યો, પરંતુ આ ઘટના પોલીસની નજરમાં આવી ગઈ.

વાઈરલ થયેલા આ વીડિયોના આધારે વાપી GIDC પોલીસે તરત જ કાર્યવાહી કરતા Alto કારના ચાલક સમીર શેખ અને કારના બોનેટ ઉપર બેસી સ્ટંટ કરનારા સમીર સલમાનીની ધરપકડ કરી છે. આ પ્રકારના જોખમી કૃત્યોને રોકવા માટે પોલીસની કડક વલણ બતાવાયું છે.

Advertisement

Trending

Exit mobile version