Connect with us

Uncategorized

સિહાદા અને રેણદા ખાતે સબ સેન્ટર બિલ્ડીંગ વિથ કમ્પાઉન્ડ નું ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનાં હસ્તે ખાત મુહુર્ત

Published

on

( કાજર બારીયા,છોટા ઉદેપુર)

કવાંટ તાલુકાના સિહાદા અને રેણદા ખાતે કન્ટ્રક્શન ઓફ ન્યુ સબ સેન્ટર બિલ્ડીંગ વિથ કમ્પાઉન્ડ નું ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાનાં હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૬૯ લાખના અંદાજિત ખર્ચે આ અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, તેઓના બે વર્ષના ધારાસભ્ય પદ હેઠળ ૭૫ ટકા કામો પુરા થયા છે. કવાંટ તાલુકાના સિહાદા અને રેણદાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક આરોગ્યનું કામ ટૂંક સમયમાં શરુ થશે. જે કવાંટ તાલુકાની જનતાના આરોગ્ય માટે કામ આવશે. છેલ્લા બે વર્ષમાં આરોગ્યને લગતી એકપણ ફરિયાદ આવી નથી. તેનો અર્થ એ થાય છે કે કવાંટ તાલુકામાં આરોગ્યની ટીમ ખુબ સુંદર કામ કરી રહી છે.

Advertisement

આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, તાલુકા પ્રમુખ મિલનભાઈ, કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ, જિલ્લા સદસ્ય  સુરેશભાઈ, તાલુકા સદસ્ય રાકેશભાઈ રાઠવા, સરપંચ ખીમજીભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભરતસિહ ચૌહાણ, કવાંટ તાલુકાના હેલ્થ ઓફિસર જિગ્નેશ પ્રજાપતિ, કનલવા મેડિકલ ઓફિસર ડો.રુતાગી બેન વસાવા આશાબહેનો વગરેની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું. કે, “આ આરોગ્ય કેન્દ્રથી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધા મળી રહેશે. જે ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનારા બિલ્ડીંગની જવાબદારી આપણા સૌ લોકોની છે. અહીં દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે કાળજી રાખવી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!