Chhota Udepur
રાહુલ ગાંધીની વિશે વિવાદાસ્પદ નિવેદનો કરનારા ભાજપ નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા/ખતમ કરી નાખવા માટે ભાજપના નેતાઓ ખુલ્લી ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે છોટા ઉદેપુર પોલીસને અરજી આપી ફરિયાદ કરવા અરજી કરવામાં આવી છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને બીજેપી નેતા તરવિંદરસિંહ મારવહાએ તા.૧૧/૦૯/૨૦૨૪ના રોજ ભાજપના એક કાર્યક્રમમાં ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી પાર્ટી શિવસેના (શિંદેજૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડ દ્વારા તા. ૧૬/૦૯/૨૦૨૪ના રોજ જાહેરમાં જાહેરાત કરી હતી કે જે કોઈ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને રૂ.૧૧ લાખનું ઇનામ આપીશ. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રેલવે રાજયમંત્રી રવનીત બિટ્ટુ એ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ મીડિયા સમક્ષ જાહેરમાં વાત કરતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશનો નંબર વન આતંકવાદી ગણાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને હિંસા ભડકાવવા માટે જાણી જોઈને આવું નિવેદન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી આ મુદ્દે છોટા ઉદેપુર પોલીસને અરજી આપીને ઉપરોક્ત તમામ નામવાળી વ્યક્તિઓએ સત્તાધારી ભાજપ અને સાથી પક્ષો સાથે મળી કાવતરું કર્યું છે. ઉપરોક્ત કૃત્યો કરવા માટે અન્ય જાણીતા અજાણ્યા સહોયોગીઓ સાથે સુનિયોજિત ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. જેથી ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓ અને તેમનાં સહયોગીઓ વિરૂદ્ધ વહેલામાં વહેલીતકે બી.એન.એસ ૩૫૧,૩૫૨,૩૫૩,૬૧ હેઠળ એફ.આઇ.આર નોંધવા અરજી કરવામાં આવી છે.
આ પ્રસંગે છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં જોડાઈને છોટા ઉદેપુર પોલીસ મથકે જઈને અરજી આપી હતી.