Gujarat
વાવ પંથક મા કમોસમી વરસાદે કરેલ નુકસાન નું સર્વે કરાવવા રજૂઆત..
એંકર..સરપંચ સંગઠન દ્વારા વાવ મામલતદાર કચેરી ને આપ્યું આવેદન પત્ર આપ્યું હતું જોકે સરપંચોએ આવેદન પત્ર માં જણાવ્યું હતું કે વાવ પંથક મા કમોસમી વરસાદે કરેલું નુકસાન નું સર્વે ખેતીવાડી અધિકારીઓ એ ઓફિસમાં બેઠા કર્યું અને ખોટા રિપોર્ટ કરતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો હતો જો સાચું સર્વે નહિ થાય તો સરપંચ સંગઠન ખેડૂતો ને સાથે લઈ ને ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચારી હતી..
.બનાસકાંઠા ના વાવ તાલુકા ના ગામડાઓ માં ગત તા-૧૮-૦૩-૨૦૨૩ થી ૨૧-૦૩-૨૦૨૩ સુધી કમોસમી વરસાદ થયેલ છે જેથી ખેડૂતો ને ઉભા પાક તેમજ કાપણી કરેલા પાક ને મોટા પ્રમાણ માં નુકશાન થયેલ છે જેની રજૂઆત સરપંચ એશોશીયેસન દ્વારા વાવ મામલતદાર કચેરી ખાતે આવી વાવ મામલતદાર કે.એચ.વાઘેલા ને આવેદન પત્ર પાઠવી રી સર્વે કરવાની માંગ કરી હતી.જેમાં વાવ તાલુકા સરપંચ એશોશીયેશન ના પ્રમુખે વાતચીત માં જણાવ્યું હતું કે વાવ તાલુકા ના તમામ ગામો માં કમોસમી વરસાદ થી થયેલ નુકશાન નું ખેતીવાડી ના અધિકારી ઓ એ ઓફીસ માં બેસીને સર્વે કરેલ છે નુકશાન નથી તેવા ખોટા રીપોર્ટ આપેલ છે જે બાબતે ગંભીર નોધ લઈને ખેડૂતો ને થયેલ નુકશાન નું રી સર્વે કરી કરાવીને યોગ્ય વળતર આપવા ની માંગ કરી હતી હતી.વધુ માં ખેડૂતો ને યોગ્ય સહાય નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવશું તેવું જણાવ્યું હતું.