Connect with us

Gujarat

ઘોઘંબા ખાતે “કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ અને ડેટા વિશ્લેષણ પર સંવેદનશીલતા વર્કશોપ”નું સફળ આયોજન

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

પંચમહાલ જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક ઘોઘંબા ખાતે  23 થી 26મી સપ્ટેમ્બર  દરમિયાન તાલુકા કક્ષાએ “કોમ્પ્લીમેન્ટરી ફીડિંગ અને ડેટા વિશ્લેષણ પર સંવેદનશીલતા વર્કશોપ”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે પોષણ મહા (રાષ્ટ્રીય પોષણ મહિનો) 2024નો એક ભાગ છે. આ વર્કશોપને વડોદરા વિભાગની પ્રાદેશિક કચેરી, મહિલા અને બાળ વિકાસ યોજના,WCD ગુજરાત દ્વારા આયોજન તથા નેતૃત્વ  કરવામાં આવ્યું હતું. અને ટેકનિકલ સપોર્ટ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગરના ,સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ન્યુટ્રિશન દ્વારા પ્રદાન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ઘોઘંબા બ્લોકના તમામ આંગણવાડી કાર્યકર્તાઓ માટે આયોજિત કરવામાં આવ્યું હતું. વર્કશોપની શરૂઆત IIPH ગાંધીનગરના રિજનલ કોઓર્ડિનેટર દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. ત્યારબાદ ટેકનિકલ સેશનમાં પુરક આહારમાં સામેલ થવાની જરૂરી વસ્તુઓ તેનુ મહત્વ અને લાભ વિશે ચર્ચા કરવામાં આવી.

Advertisement

પોષણ ટ્રેકરનો ડેટા વિશ્લેષણ વિભાગીય નાયબ નિયામકને રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સચોટ ડેટા એકત્રિત કરવાની મહત્વતાની વિશેષ ચર્ચા કરવામાં આવી. વર્કશોપના અંતે ઘોઘંબાના સીડીપીઓ દ્વારા સમાપન પ્રવચન આપવામાં આવ્યું હતું આ વર્કશોપમાં 355 આંગણવાડી કાર્યકર્તાઓને પુરક આહાર અને પોષણના મુખ્ય સંકેતોએ માહિતી આપવામાં આવી. સીડીપીઓ, મુખ્ય સેવિકા, અને બ્લોક કોઓર્ડિનેટરોની હાજરીમાં આ મહત્વપૂર્ણ પ્રવૃત્તિ એસ્પિરેશનલ બ્લોકમાં બાળ પોષણને સુધારવા માટે સફળ રહી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!