Kheda
સુખ્ખી ભઠ કેનાલમાં અચાનક પાણી છોડતા ખેડૂતોના તૈયાર પાક ને નુકશાન
અવધ એક્સપ્રેસ
ખેડા જિલ્લા ના ઠાસરા તાલુકામાં ચાર વર્ષે કેનાલ માં અચાનક પાણી આવતા વણોતી અને પીલોલ સીમ વિસ્તાર ના ખેડૂતો ના તૈયાર થયેલા તમાકુ ના પાક માં ઢીચણ સમા પાણી ભરાતા તમાકુ નો પાક નિષ્ફળ કેનાલ વિભાગ ના કર્મચારીઓ ની લાપરવાહી સામે આવી ખેડૂતો ને જાણ કર્યા વગર રાત્રી દરમ્યાન સિંચાઈ નું પાણી કેનાલ માં છોડી દેવામાં આવતા વણોતી અને પીલોલ સીમ માં કેનાલ પાસે આવેલા છ વીઘા તમાકુ ના પાકમાં જરૂરિયાત વગર નું પાણી ભરાઈ જતાં તમાકુ ના પાક માં લાખો રૂપિયા નુ નુકસાન થવા પામ્યુ છે સિંચાઈ વિભાગ ના કર્મચારીઓ ની બેદરકારી નો ભોગ નાના ખેડૂતો ભોગ બન્યા છે.
કેનાલ માં ઝાડી ઝાંખરા સાફ કર્યા વગર અચાનક જ પાણી છોડી દેતા જાણે ખેડૂતો ની મહેનત ઉપર પાણી ફરી વર્યું હતુ.આ અંગે ખેડૂત વિનુભાઈ ના જણાવ્યા મુજબ સદર કેનાલ માંથી છેલ્લા પાંચ વર્ષથી પાણી આપવામાં આવ્યું નથી કેનાલ કોરી કટ છે અને રાત્રિના સમયે કોઈપણ જાતની જાણ કર્યા વગર અચાનક પાણી છોડી દેતા પાંચ વર્ષની સુખી ભટ્ટ કેનાલમાં ગાબડું પડતા અમારા તમાકુના ખેતરમાં પાણી ફરી વળતા તમાકુનો તૈયાર થવાના આરે આવેલો ઉભો પાક પાણીમાં ખલાસ થઈ ગયો અંદાજે પાંચ લાખ રૂપિયાનું ખેડૂતોને નુકસાન છે.
અચાનક રાત્રિના પાણી છોડવા માટેનું કારણ ક્લાર્ક ને પૂછતા ક્લાર્ક દ્વારા વાહિયાત જવાબ આપી જણાવ્યું હતું કે અમારી જવાબદારી આવતી નથી પાણી આવ્યું ત્યારે તમારે ખેતરમાં હાજર રહેવું જોઈએ વધુમાં વિનુભાઈ ના જણાવ્યા મુજબ સદર પસાર થતાં પાણી ના પ્રવાહ ને કેનાલ માં છેલ્લે નિકળવા માટેનો કોઈ રસ્તો નથી પરિણામે પાણીનો પ્રવાહ વધુ હોવાથી અને કેનાલ ઓવરફ્લો થવાથી કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણી અમારા ખેતરોમાં ઘૂટણ સમા ભરાઈ ગયા છે
જે નકામુ છે અને મહી કેનાલનું લાખો લીટર પાણીનો વેડફાટ થતાં કેનાલ ને પણ મોટું નુકસાન થયું છે એક તરફ આવનાર ગરમીની સિઝનમાં પાણીની તકલીફ પડવાની છે પાણીના પોકારો પડશે અને તે વખતે ખેતી માટે જરૂરી પાણી ઉપલબ્ધ નહીં થતાં ખેતી બગડશે અને આ બનાવ વખતે ખરેખર પાણીની જરૂર નથી તે વખતે કેનાલમાં ગાબડું પડતા અમારા તૈયાર તમાકુના પાકને મોટું નુકસાન થયું છે તેની ભરપાઈ કેનાલ વિભાગ કરશે ખરું??
* વણોતી અને પીલોલ વિસ્તાર ના ખેડૂતો ના તૈયાર થયેલા તમાકુ ના પાક માં કેનાલ તુટી જતા ઢીચણ સમા પાણી ભરાયા તમાકુ નો પાક નિષ્ફળ
* કેનાલ કર્મચારી નો નફ્ફટાઈ ભર્યો જવાબ