Gujarat
સુજલામ સુફલામ જલ અભિયાન અભિનંદન ને પાત્ર જો વિવેક બુધ્ધિ વપરાય તો ??
(સુરેન્દ્ર શાહ દ્વારા)Sujalam Suflam Jal Abhiyan
રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જલ અભિયાન 2023 અંતર્ગત તળાવો અને ચેક ડેમો ઉંડા કરવાની તથા નવા બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે પ્રત્યેક સરકારની જવાબદારી છે નાગરિકોને સ્વચ્છ પીવાનું પાણી મલે એ જવાબદારી માટે સજાજ ભુપેન્દ્ર પટેલની (દાદાની) સરકારે અભ્યાન શરૂ કર્યંથ તે માટે દાદાને અભિનંદન ધાર્મિક વિધિથી તમામ તાલુકાઓમાં શુભારંભ કરવામાં આવ્યો છે પરંતુ પાછલા વર્ષોનો અનુભવ બોલે છે કે તળાવો અને ચેક ડેમોના કામમાં મોટા પ્રમાણમાં ગેરરીતી અને ગોબાચારી થાય છે.
આ વખતે ભ્રષ્ટાચારને નાથવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તો તે રાજ્ય સરકારના હિતમાં હશે અત્યાર સુધીનો જળ સંચય અભિયાનને કેટલી સફળતા મળી તે ચકાસવી જોઈએ કારણ હજુ ગરમીના દિવસોની શરૂઆત છે અને રાજ્યના અનેક ગામોમાં તથા શહેરોમાં પાણીના પોકારો પડવા માંડ્યા છે પાણીને લઈને નગરપાલિકાઓ કે અન્ય સલગ્ન ઓફિસો સામે દેખાવ થવા માંડ્યા છે આ યોજનાથી કોણ પાણીદાર બન્યું તેની તપાસ ખાનગી રાહે કરાવવી જરૂરી છે ગુજરાતની 56,777 મીટર નેહરો અને કાંસો આજે પણ સાફ સફાઈ વગર જાડી જાંખરા ઓથી ભરાયેલ છે નવા તળાવ બનાવવામાં આવે છે તેમાં પાણી ભરાતું નથી તેવી બૂમો સંભળાય છે તેમાં પાણી ભરાતા નથી અને ભરાય છે તો એકાદ માસમાં પાણી સુકાઈ જાય છે અને ક્રિકેટ રમવાનું મેદાન બની જાય છે.
તળાવની કામગીરીમાં યોગ્યતા જળવાતી નથી ની બૂમો ઊઠી છે ચર્ચામાં ભાગ લેતા બાલવા ગામના ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તળાવ અને કાંષ માથી નીકળતી માટી ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતો તેના ખેતરમાં એક લેયર પાથરી ખેતરને સમૃદ્ધ અને પાક લાયક બનાવી શકે છેલ્લા ત્રણ વર્ષમાં નહેરો માં ગાબડાઓ પડ્યા છે જેને લઈને લાખો લીટર પાણીનો પાણીનો વેડફાટ થયો છે નહેર વિભાગના અધિકારીઓ કોઈને ગણતાં નથી માટે સરકારે વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય લઇ પાણીનો વેડફાટ અટકે તેવા પ્રયાસો કરવા જોઈએ પરંતુ દૂખ એ વાતનું છે કે આવા અધિકારીઓ સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને પગલા લેવામાં આવે તો તે માત્ર કાગળ પર રહે છે માટે સરકારે સજાગ થવાની જરૂર છે ભ્રષ્ટાચાર અટકાવવાની જરૂર છે
- ગુજરાતની 56,777 મીટર નેહરો અને કાંસો આજે પણ સાફ સફાઈ વગર જાડી જાંખરા ઓથી ભરાયેલ છે
- તળાવ અને કાંષ માથી નીકળતી માટી ખેડૂતોને આપવામાં આવે તો ખેડૂતો તેના ખેતરમાં એક લેયર પાથરી ખેતરને સમૃદ્ધ અને પાક લાયક બનાવી શકે
- ત્રણ વર્ષમાં નહેરો માં ગાબડાઓ પડ્યા છે જેને લઈને લાખો લીટર પાણીનો પાણીનો વેડફાટ થયો છે
- હજુ ગરમીના દિવસોની શરૂઆત છે અને રાજ્યના અનેક ગામોમાં તથા શહેરોમાં પાણીના પોકારો પડવા માંડ્યા છે
- નહેર વિભાગના અધિકારીઓ કોઈને ગણતાં નથી ટીપું ટીપું પાણી બચાવાની વાતો કરેછે અને નહેરો તૂટતાં લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે