Chhota Udepur
સુખી ડેમ ૧૦૦ ટકા ભરાયો: એક દરવાજો ૧૫ સેન્ટિમીટર ખોલી ૫૨૨.૬૬ ક્યૂસેક પાણી છોડાયું
(પ્રતિનિધિ કાજર બારીયા)
અવધ એક્સપ્રેસ, તા.૨૮
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાવીજેતપુર તાલુકાનો સુખી ડેમ ૧૦૦ ટકા ભરાતા પાંચ નંબરનો એક દરવાજો ૧૫ સેન્ટિમીટર ખોલી ૫૨૨.૬૬ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
સુખી ડેમમાં વરસાદ ન હોવા છતાં ડુંગરાળ વિસ્તારમાંથી પાણીનો પ્રવાહ આવતો હોવાના કારણે આવકમાં ૫૨૨.૬૬ ક્યૂસેક પાણી વહી રહ્યું હતું. જેના અનુસંધાને સુખી ડેમનું હાલનું રુલ લેવલ ૧૪૭.૮૨ મીટર હોઇ જે ટચ થઈ જતાં રુલ લેવલ જાળવવાનું હોવાથી સુખી ડેમનો 5 નંબરનો એક દરવાજો ૧૫ સેન્ટિમીટર ખોલી ૫૨૨.૬૬ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
આમ, સુખી ડેમમાંથી એક દરવાજો ૧૫ સેન્ટીમીટર ખોલી ૫૨૨.૬૬ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.