Chhota Udepur
સજવા જિલ્લા પંચાયત ના ઝાબ પાણીબાર ગામે વિકાસના કાર્યો નુ ખાતમુહર્ત
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સજવા જિલ્લા પંચાયત ના ઝાબ પાણીબાર ગામે ઉચ્ચ નદી પર બામણ અને પટેલ ફળીયા અને પ્રાથમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળા ને જોડતો સ્લેપ ડ્રેનપુલ અને એપ્રોચ ઓન જોયનીગ સામી ધેડ ફળીયાના લોકોને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ અંગેની વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સરકાર માં રજુઆત કરી એમ એમ જી એસ વાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૩/૨૪ વર્ષના વહીવટી મંજૂરી રકમ એક કરોડ વીસ લાખના ખર્ચે બનાવવા માટે કામ મંજુર કરવામાં આવ્યું હતું. જે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા તેમજ પાણીબાર ગ્રામ પંચાયતના સરપંચ કાળુભાઇ, પૂર્વ સરપંચ બકલી બેન શંકરભાઈ રાઠવા ગામના પોલીસ પટેલ તેમજ વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદમાં સેવા બજાવી રહ્યા એવા ગામના નેવસીંગભાઈ માસ્તર સૌ અગ્રણી કાર્યકરો તેમજ ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.